હું ભાજપમાં જોડાવું તે હાસ્યાસ્પદ વાત, કોંગ્રેસ ક્યારેય નહીં છોડુંઃ અર્જૂન મોઢવાડિયા

899

ભાજપ પર કોંગ્રેસ દ્વારા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે, બીજેપી કોંગ્રેસના ધારાસભ્યોને ધમકાવી દબાવીને પોતાના શરણાગતિ માટે તૈયાર કરે છે. ગઇકાલથી ગુજરાતની રાજનીતિમાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે, પરંતુ તેમને મીડિયા સામે આવીને આ વાતને રદીયો આપ્યો હતો. અને આ વાતને હાસ્યાસ્પદ ગણાવી હતી.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું ભાજપમાં જોડાવું તે તો હાસ્યાસ્પદ વાત છે. હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ ક્યારેય છોડીશ નહીં. તેમને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની તૈયારી વિશે સવાલ કરતા તેમણે જણાવ્યું કે, અમે લોકસભાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. હવે મને નથી લાગ્તું કે કોંગ્રેસનો કોઈ નેતા ભાજપમાં જોડાય તેવી શક્યતા હોય. મોઢવાડિયાએ બીજેપીને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, બીજેપી હંમેશાં પોતાની ટેવ પ્રમાણે વર્તે છે. તે અમારા ધારાસભ્યોને દબાવી- ધમકાવીને પોતાની શરણાગતિ સ્વીકારવા મજબૂર કરે છે.  જ્યારે તેમને સૌરાષ્ટના બાગી નેતા જવાહર ચાવડા વિશે સવાલ કરતા તેમણે જણાવ્યું હતું કે, જવાહર ચાવડા એક સારા નેતા હતા. જવાહર ચાવડા ભાજપમાં ગયા તે ખુબ જ દુખની વાત છે. તેનાથી પાર્ટીને પણ ખુબ નુકસાન થયું છે.

Previous articleશ્રીગંગાનગર પાસે દેખાયું પાક. ડ્રોન! એરફોર્સે તોડી પાડ્યું
Next articleસીટી સર્વે આધારિત મિલકતને ટેનામેન્ટ નંબરની સાથે જોડાશે