ભાજપા પર આક્ષેપ કરવાને બદલે પોતાના ઘરની ચિંતા કરોઃ ઓમ માથુર

630

લોકસભાની બેઠકને લઈને સમીક્ષા કરવા માટે ભાજપ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને ઓમ માથુર, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ભીખુ દલસાણીયા રાજકોટ પહોંચી ગયા છે. ત્યારે ઓમ માથુરે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ ભાજપ પર આરોપ કરતાં પહેલા પોતાના ઘરનું સંભાળે અને કોંગ્રેસ પહેલા ધારાસભ્યોના રાજીનામાની સમીક્ષા કરે પછી ભાજપ પર આરોપ કરે. આ સાથે જ શનિવારે ઓમ માથુરે પોતાના ફાર્મ માટે મિનિ ટ્રેકટર ખરીદ્યું છે.

મહત્વનું છે કે ગુજરાત ભાજપનાં પ્રભારી ઓમ માથુર શનિવારે રાજકોટમાં છે. જેથી લોકસભા ચૂંટણીને લઇ પક્ષ દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે . આ બેઠકમાં ગુજરાતની ૨૬ પૈકી ૨૩ બેઠકની સમીક્ષા કરવામાં આવી છે. જ્યારે ૩ બેઠકની સમીક્ષા ૩ દિવસમાં કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે ૨૦૧૪માં ગુજરાત ભાજપે ૨૬એ ૨૬ બેઠક હાંસલ કરી હતી. જેથી આ વર્ષે પણ લીડ કેવી રીતે મળે તે અંગે સમીક્ષા કરવામાં આવશે.

રાજકોટમાં આવેલા મનુસખ માંડવિયાએ નિવેદન આપતા કહ્યું કે સરકાર દ્વારા ટ્રેડ માર્જિન ફિક્સ કરવામાં આવ્યો છે. સરકારે કેન્સરની દવા પર ટ્રેડ માર્જિન ફિક્સ કર્યું છે.

જેથી મોટા પ્રમાણમાં કેન્સરની દવામાં રાહત થશે. ટ્રેડ માર્જિન ફિક્સ થવાથી ૮૦ ટકા જેટલો ભાવમાં ભાવમાં ફાયદો થશે. અને ૪૨ જેટલી દવાના ભાવમાં ઘટાડો થશે.

Previous articleસીટી સર્વે આધારિત મિલકતને ટેનામેન્ટ નંબરની સાથે જોડાશે
Next articleરાજયમાં ઠંડીની વિદાઈ, ગરમીનો પ્રારંભ