અનિલ અંબાણી મોદીના ખાસ ચોકીદાર છે : રાહુલ

619

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પુલવામા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરીને મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખે ત્રાસવાદી મસૂજ અઝહરના નામનો ઉલ્લેખ કરીને ત્રાસવાદને લઈને સરકારની નીતિ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ ગાળા દરમિયાન રાહુલે પીએનબી કૌભાંડમાં આરોપી નિરવ મોદીના બહાને કેન્દ્ર ઉપર પ્રહાર કર્યા હતા. કર્ણાટકમાં હાવેરીમાં એક જનસભાને સંબોધતા રાહુલે કહ્યું હતું કે આતંકવાદના મુદ્દે મોદી સરકાર જોરદાર રીતે વાત કરી રહી છે પરંતુ પુલવામામાં સીઆરપીએફના જવાનના મોત પાછળ કોણ જવાબદાર છે. ભાજપ સરકારે જ મસૂદ અઝહરને જેલમાંથી મુક્ત કરીને પાકિસ્તાન મોકલી દીધો હતો. અમે ભાજપ સરકારની જેમ આતંકવાદ સામે ઝુકતા નથી. રાહુલે કહ્યું હતું કે પાંચ વર્ષથી મોદી વડાપ્રધાન તરીકે છે.

મોદીના શાસન કાળમાં ૪૦ વર્ષની સૌથી વધુ બેરોજગારી આજે છે. સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા મોદીએ ૧૫ લોકોને લોન આપી છે. અનિલ અંબાણીને ૪૫ હજાર કરોડ આપ્યા છે. ફ્રી ગીફ્ટ ૩૦ હજાર કરોડના રાફેલ મામલો પણ તેમને સોંપી દીધો છે. મોદીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે અમે બે હિન્દુસ્તાન બને તેમ ઈચ્છતા નથી. જેમાં એક હિન્દુસ્તાન નિરવ મોદી અને મેહુલ ચોક્સી સાથે સંબંધિત છે. જ્યારે અન્ય હિન્દુસ્તાન ગરીબો, ખેડુતો, મજુરોનો છે. જેમાં આ તમામ લોકોની હાલત કફોડી બનેલી છે. માત્ર એક જ હિન્દુસ્તાનનું નિર્માણ થશે જેમાં તમામને ન્યાય મળશે. નોટબંધીનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું હતું કે નોટબંધીના કારણે તમામ લોકો પરેશાન થયા હતા પરંતુ લાઈનમાં કોઈપણ અમીર લોકો દેખાયા ન હતા. મેહુલ ચોકસી, વિજય માલ્યા, અનિલ અંબાણી કોઈપણ લોકો લાઈનમાં દેખાયા ન હતા. નાના દુકાનદારો અને સામાન્ય લોકો પરેશાન થયા હતા. દેશના ચોકીદારે સામાન્ય લોકોના પૈસા નિરવ મોદી, વિજય માલ્યા અને અનિલ અંબાણીને આપી દીધા હતા. મોદી સામાન્ય લોકોની નહીં બલ્કે અનિલ અંબાણીની ચોકીદારી કરે છે. રાફેલ ડીલને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે મોદી સામે અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. રાફેલ મામલામાં મોદીએ પોતે ૩૦ હજાર કરોડ રૂપિયાની ચોરી કરીને અનિલ અંબાણીના ખિસામાં નાખી દીધી છે. પહેલા સારા દિવસોની વાત થઈ રહી હતી. હવે જ્યારે ચોકીદારની વાત આવે છે ત્યારે નવા નવા પ્રશ્નો થાય છે. એચએએલને યુપીએ સરકારે રાફેલનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ૫૨૬ કરોડ રૂપિયાનો અનિલ અંબાણીએ કોઈ જહાજ બનાવ્યું નથી પરંતુ તેમને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્ય છે. રાહુલ મેક ઈન ઈન્ડિયા જેવી યોજનાઓને લઈને પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે મેક ઈન્ડિયાને લઈને રોજગારીની તકો સર્જાઈ નથી.

Previous articleપાંચ વર્ષમાં ત્રણ વખત એર સ્ટ્રાઈક કરાઈ છે : રાજનાથ
Next articleભારત આતંકવાદીઓને તેમની ભાષામાં જવાબ આપશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી