રાજુલાના દરિયાકાંઠાના ગામોનો ખારાપાટ વિસ્તારમાં સમાવેશ

629

રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા વીસ્તારના ગામોમાં આવેલા પછાત ગામોમાં ખારાપાટ વિસ્તાર તરીકે વધુ પ્રધાન્ય મળે તે માટે વર્ષો જુની આ વીસ્તારની માંગણી હતી. અગાઉ પુર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલે રજુઆત કરી હતી અને પ્રભારી મંત્રી આર.સી. ફળદુ સમક્ષ રજુઆતો ગત તા. રપ-૧ર-ર૦૧૬ના રોજ રજુઆત કરાઈ હતી.જેના અનુસંઘાને આવા પછાત ગામોને ખારાપટ વીસ્તાર તરીકે જાહેર કરવા અને ગ્રાન્ટ ફાળવવી અગાઉ તાલુકા આયોજન એટીવીટી તેમજ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી છેલ્લા ર૦ વર્ષથી આ વીસ્તારમાં ગ્રાન્ટ આપવામાં આવતી હતી ત્યારે હવે જીલ્લા આયોજનમાંથી આવા ખારાપાટ વીસ્તારમાં ગ્રાન્ટ ફાળવવા યોગ્ય કાર્યવાહી કરતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

Previous articleવચનામૃત : સર્વશાસ્ત્રોનો સાર
Next articleઅમરેલી જિલ્લાના ખેડુતોને પાક વીમો ચુકવવા કોંગી ધારાસભ્યો દ્વારા રજૂઆત