તા. ૭ ના રોજ બપોરે ૨ઃ ૩૦ કલ્લાકે છોડેલું પાણી સાંજે ૬ઃ૩૦ કલ્લાકે બંધ કરી દેવામા આવ્યું જે પાણી ડેમ સુધી પહોચ્યુ પણ નથી અને પાણી બંધ કરાતા લોકોમાં હોબાળો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ ટેસ્ટિંગ કર્યુછે આગામી સમય માં પાણી ભરવામાં આવશે પરંતુ કોઈ ને જાણ કર્યાસ વગર પાણી બંધ થતાં લોકોમાં આક્રોશ તેના માટે આજે આજુ બાજુના ૪ થી ૫ ગામની મિટિંગ રંઘોળા પંચાયત ઓફિસ મા રાખવામાં આવી લોકોનો આક્રોશ યથાવત યોગ્ય જગ્યાએ રજુઆત કરવામાં આવશે અને પાણી ફરી શરૂ કરવામાં આવશે તેવી મૌખિક ખાત્રી આપી આજુબાજુ ગામના ધરતીપુત્રો ને શાંત પડવા અપીલ પરંતુ ગ્રામજનો રોડ પર ઉતરી આવ્યા આંદોલન ના મૂડ માં હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક હોદ્દેદારોએ એક લેટર માં પોતાના રાજીનામા ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો જિલ્લા કારોબારી સભ્ય શશીકાંત ભોજ,નરવીરસિંહ ગોહિલ તાલુકા ભાજપ મંત્રી,ઉર્મિલાબા ગોહિલ સદસ્ય તાલુકા પંચાયત ઉમરાળા સહીતનાઓએ રાજીનામા ધરી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર દવારા આ પાણી ફરી શરૂ કરવામાં આવશે તેમ જણાવતાં લોકો એ ભાવનગર રાજકોટ હાઇવે પરથી ઉઠ્યા હતા અને છેલ્લે ગ્રામજનોએ જણાવેલ કે આવતી કાલે ૧૦/૩/૧૯ના રોજ સવારે૧૦ કલાકે જો નર્મદાના નીર રંઘોલાં ડેમ માં નહિ શરૂ કરવામાં આવેતો ફરી હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.