સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ-જાફરાબાદ દ્વારા સાતમો વાર્ષિક ઉત્સવ, ઇનામ વિતરણ અને દીક્ષાંત સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમના મુખ્ય ઉદ્ઘાટક તરીકે મામલતદાર ચાવડા , આચાર્ય કે.એસ.મેઘનાથી સાહેબ, સરકારી વિનયન અને વાણિજય કોલેજ જાફરાબાદ, પત્રકાર બાબુભાઈ વાઢેળ અને બાલકૃષ્ણભાઈ સોલંકી પ્રમુખ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. મહેમાનો હસ્તે દિપપ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને અતિથિ વિશેષ ીઓ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ડૉ. રાઠોડ દ્વારા વર્ષ દરમ્યાન થયેલ કામગીરીનો વાર્ષિક અહેવાલ રજુ કરવામાં આવેલ. કોલેજના પ્રતિભાશાળી વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવેલ હતું તેમજ કૉલેજ આચાર્ય કીર્તિગીરી મેઘનાથી દ્વારા આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન અભિમુખ ગુરુકુળ પરંપરાને અનુસરીને પોતાના વ્યાખ્યાનમાં સર્વે વિદ્યાર્થીઓ ને ગૃહસ્થઆશ્રમમાં પ્રવેશ સંસ્કાર સહમતી પાઠવતા ભાવવિભોર કર્યા હતા, આ ક્રાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં અતિથિઓનાં સ્વહસ્તે સમગ્ર વર્ષ દરમ્યાન કરેલ વિવિધ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ, શિલ્ડ અને ટ્રોફીઓ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત, સોલો ડાન્સ.એક-પાત્રીય અભિનય, માઈમ, નાટક, ગરબો વગેરે કૃતિઓ રજુ કરવામાં આવી હતી.