મા ભોમ માટે પ્રાણ આપનારનું કલ્યાણ હોય જ : વિશ્વનંદનયી

747

શિવકુંજ આશ્રમ – જાળિયા ખાતે મહાશિવરાત્રી પુજન શહિદોને સમર્પિત કરતા વિશ્વાનંદમયી માતાજીએ કહ્યું કે, મા મોભ માટે પ્રાણ આપનારનું કલ્યાણ હોય જ. અહીં યજ્ઞ સાથે શ્રધ્ધાંજલિ બેઠક યોજાઈ હતી.

રાષ્ટ્રની સરહદ પર ફરજ બજાવતા સેનિકો પર થયેલા હુમલાથી શહિદોને અંજલિ આપવા શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે મહા શિવરાત્રી પુજન યજ્ઞ અર્પણ કરાયા હતાં. આ પ્રસંગે વિશ્વાનંદમયી માતાજીએ કહ્યું કે ખરો ધર્મ એ રાષ્ટષ્ટ્ર અને સમાજને ઉપયોગી થાય તે છે. વ્યક્તિગત પુજા સાધના કરતાં યે સમાજ માટે થાય તે મહત્વનું છે. સોમવારે શિવરાત્રિ પર્વે અનંતભાઈ ઠાકર તથા ભુદેવો દ્વારા યજ્ઞ યોજાયેલ, જે શહિદોને અર્પણ કરાયેલ. અહીં શ્રધ્ધાંજલિ બેઠકમાં જગદીશભચાઈ ભટ્ટ, રતનસિંહ ગોહિલ તથા નિતિનભાઈ માણિયા વગેરએ શ્રધ્ધાંજલિ પાઠવતી વાતો કરી હતી. રામશંગભાઈ સોલંકીસ તથા પ્રાગજીભાઈ પટેલ સાથે આજુબાજુના ગામોમાંગથી સેવકો કાર્યકર ભાઈઓ-બહેનો સાથે આજુબાજુના ગામોમાંથી સેવકો કાર્યકર ભાઈઓ-બહેનો સામેલ થયા હતાં. શિવકુંજ આશ્રમ – પરિવાર તરફથી શ્રધ્ધાંજલિના ભાગ રૂપે અકલી માળા તથા કુંડાનું વિતરણ કરાયું હતું.

Previous articleકાળિયાબીડ પાણીની ટાંકી પાસેના નડતર રૂપ કવાટર્સ હટાવી રસ્તો ખુલ્લો કરાયો
Next articleભાવનગર જિલ્લામાં ધો. ૧૦-૧રમાં ૧-૧ કોપી કેસ