રાજયભરની સાથો સાથ ભાવનગર જિલ્લામાં શરૂ થયેલી ધો-૧૦-૧ર બોર્ડની પરિક્ષામાં આજે ભાવનગર જિલ્લાના ગારિયાધાર અને સિહોર ખાતેના પરિક્ષા કેન્દ્રો પર ધો-૧૦-૧રમાં ૧-૧ કોપી કેસ પકડાયો હતો. જયારેત ેને બાદ કરતા સમગ્ર પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં લેવાઈ હતી.
બોર્ડની પરીક્ષામાં આજે ધો-૧૦માં સવારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પેપર અઘરો રહ્યો હોવાનું પરીક્ષા ખંડમાંથી બહાર આવતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. આજે ધો-૧૦ના વિ.ટે.ના પેપરમાં ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૪૭પ૬પ પૈકી ૪૬૪૭૪ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં જયારે ૧૦૯૧ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતાં. સવારે ધો.૧ર સા.પ્ર.માં કૃષિ વિજ્ઞાન પેપરમાં ૪૪પમાંથી ૪૪ હાજર અને ૧ ગેરહાજર રહેલ તેમજ ગૃહજીવન વિષયમાં નોંધાયેલા તમામ ૪૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. બપોરે ધો. ૧ર સા.પ્ર.માં તત્વજ્ઞાન વિષયમાં ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૯૮૦૦ પૈકી ૯પ૬૪ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. અને ર૩૬ ગેરહાજર રહ્યા હતાં. જયારે વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાનના પેપરમાં નોંધાયેલા ૬૧૩૧ પૈકી ૬૦૮૦ વિદ્યાર્થી હાજર રહ્યા હતાં. અને પ૧ ગેરહાજર રહ્યા હતાં.
સવારે ધો.૧૦ની પરીક્ષામાં આજે ગારિયાધાર ખાતે આર.એમ.શાહ કન્યા વિદ્યાલયના પરિક્ષા કેન્દ્રમાં જીતેન્દ્ર શામજીભાઈ બોરીચા નામનો વિદ્યાર્થી ચોરી કરવાના ઈરાદા સાથે મોબાઈલ લાવ્યો હોય તેને ખંડ નિરીક્ષકે ઝડપી લઈ ગેરરીતિની કાર્યવાહી કરી હતી તેમજ બપોરે ધો.૧રમાં સિહોરના મોર્ડન ઈંગ્લીશ સ્કુલના કેન્દ્રમાં રાકેશ સુંદરજીભાઈ જાની નામના વિદ્યાર્થીને ખંડ નિરીક્ષકે કાપલી સાથે ઝડપી લઈ કાર્યવાહી કરી હતી. આમ આજે ધો-૧૦ અને ૧રમાં ૧-૧ ગેરરીતિના કિસ્સા સામે આવ્યા હતાં.