શાહિદ કપૂરે ભારતની સૌથી મોંઘી ફિલ્મ સાઇન કરી..!!?

633

શાહિદ કપૂર હાલ તેની આગામી ફિલ્મ’કબીર સિંહ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. છેલ્લા કેટલાયે દિવસોથી આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યુ છે. આ ફિલ્મ પહેલા તે ‘બતી ગુલ મીટર ચાલૂ’ અને ‘પદ્માવત’માં નજરે ચડ્યો હતો. જો કે હવે શાહિદ કપૂર સાથે જોડાયેલા અક બીજા સમાચાર સામે આવી રહ્યા છે.

હાલ સમાચાર આવી રહ્યા છે કે શાહિદ કપૂરે મોટી ફિલ્મ સાઈન કરી છે. હાલ જે સમાચારો મળી રહ્યા છે તે અનુસાર શાહિદે ભારતની સૌથી મોટી ફિલ્મ સાઈન કરી છે. જેનું શૂટિંગ થોડા સમયમાં જ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મના નિર્માતા હાલ બીજી કાસ્ટિંગ કરી રહ્યા છે. શાહિદે આ ફિલ્મ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર શાહિદ કપૂરની આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક હશે. જો કે ફિલ્મનું ડિરેક્શન કોણ સંભાળશે તે હજુ સુધી નક્કી થઈ શક્યુ નથી. જેવો ફિલ્મના નિર્માતા આ અંગે નિર્ણય લેશે ફિલ્મની જાહેરાત કરવામાં આવશે. આ ફિલ્મ બાઈક રાઈડિંગ પર આધારિત છે. ફિલ્મોમાં શાહિદ બાઈક રાઈડિંગ કરતો નજરે ચડશે. શાહિદ કપૂરને રિયલ લાઈફમાં પણ બાઈકનો ખુબજ શોખ ધરાવે છે. આથી આ ફિલ્મ તેના માટે ખુબજ ખાસ રહેશે. આ ફિલ્મ બિગ બજેટની ફિલ્મ હોવાથી પ્રશંસકોને પસંદ પડશે. શાહિદ કપૂર આ ફિલ્મથી બોક્સ ઓફિસ પર દમદાર કલેક્શન કરવા ઇચ્છે છે. આ ફિલ્મથી શાહિદ સાબિત કરી શકશે કે નંબર ગેમમાં તે કોઈથી પાછળ નથી.

Previous articleફિલ્મ સડક-૨માં સંજય દત્તનો ખાસ રોલ હશે
Next articleયાનીયા ભારદ્વાજે ઝોયા અખ્તરની નવી રચનામાં અભિનયની શરૂઆત કરી!