ગ્રેહામ થોર્પ આ વર્ષની એશિશ સિરીઝ પહેલા હોદ્દો સંભાળી લેવા તૈયાર હોવાના અહેવાલ વચ્ચે માર્ક રામપ્રકાશ ઈંગ્લેન્ડની ટીમના બૅટિંગ કોચનો હોદ્દો છોડી દેશે.
રામપ્રકાશે ૨૦૧૪થી આ હોદ્દો સંભાળ્યો છે અને તે ટેસ્ટ ટીમ ઉપર પોતાનું ધ્યાન આપતો હતો તથા થોર્પ વન-ડે મેચોની ટીમના ખેલાડીઓનો માર્ગદર્શક હતો.
મિડલસેક્સ અને સરે કાઉન્ટીના ભૂતપૂર્વ બેટ્સમેન રામપ્રકાશનો કોન્ટ્રાક્ટ આગામી ક્રિકેટ મોસમના અંત સુધીનો હતો, પણ ઈંગ્લેન્ડના પુરુષોની ક્રિકેટના નવા ડિરેક્ટર એશલી જાઈલ્સના આગમનથી તેને હોદ્દા પરથી દૂર કરાયો છે. ૪૯ વર્ષના રામપ્રકાશે આ સમાચાર પોતાના ટિ્વટર ઉપર જણાવ્યા હતા જેણે છેલ્લી વાર કામગીરી વેસ્ટ ઈન્ડિઝ સામે ઈંગ્લેન્ડની ટીમના ૨-૧થી થયેલા ટેસ્ટ શ્રેણી-પરાજયમાં બજાવી હતી.