રાજકીય ઘમસાણ વચ્ચે છેલ્લાં ૧૦ દિવસમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. એટલે કે, માર્ચ મહિનામાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ ૨ રૂપિયા જેટલાં વધી ગયાં છે. પેટ્રોલનો ભાવ ૭૦ રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યો છે જ્યારે ડીઝલનાં ભાવે ફરી ૭૦ રૂપિયાની સપાટી વટાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયાનાં પ્રથમ દિવસે જ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો નોંધાયો હતો. પેટ્રોલ ૧૦ પૈસા પ્રતિ લીટર અને ડીઝલ ૧૩ પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો ચાલુ જ છે. ૨૭ ફેબ્રુઆરીનાં રોજ જોઇએ તો ભાવમાં કોઇ ફેરફાર ન હતો થયો પરંતુ તે પહેલાં સતત બે દિવસ ભાવમાં ઉછાળો થયો હતો. આ અઠવાડિયાની શરૂઆતનાં દિવસોમાં પેટ્રોલ ૫૧ પૈસા અને ડીઝલ ૬૨ પૈસા મોંઘું થયું હતું.
ત્યારે પેટ્રોલ-ડીઝલનાં હાલનાં તાજેતરનાં ભાવની વાત કરીએ તો માર્ચ મહિનામાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ ૨ રૂપિયા જેટલાં વધી ગયાં છે. પેટ્રોલનો ભાવ ૭૦ રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યો છે જ્યારે ડીઝલનાં ભાવે ફરી ૭૦ રૂપિયાની સપાટી વટાવી દીધી છે.