સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સપા કાર્યાલયમાં રવિવારે પત્રકાર પરિષદને સંબોધન કરી હતી. આ દરમિયાન તેમણે રવિવારે સાંજે જાહેર થનારી ચૂંટણી આચાર સંહિતાની જાહેરાત પર કહ્યું કે જનતા ચૂંટણીની તારીખોની રાહ જોઈ રહી છે. દેશમાં પરિવર્તનની હવા છે. કારણ કે જનતા ખુબ પરેશાન છે અને તે હવે આ હવાને બદલાવ માગે છે.
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા વડાપ્રધાન મોદીની સાથે ભાજપ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આ મામલે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષોમાં યુવાઓને ન તો નોકરી મળી, કે ન તો ખેડૂતોની આવક વધી છે. વર્ષ ૨૦૧૪માં કહેવાયું બોલ્યા હતા કે વિદેશથી ખુબ કાળું નાણું પાછું લાવીશું. પરંતુ નોટબંધી કરીને જે ધન જનતાએ પ્રમાણિકતાથી ભેગું કર્યું હતું તે પણ બેંકોમાં જમા કરાવી દીધુ. સપા અધ્યક્ષે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આ સરકારે સેનાને રાજકારણમાં ખેંચી લાવવામાં આવી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ફરીથી સરકાર બનાવવાનો દાવો કરનારી ભાજપ સરકાર હવે આ વખતે આખા ભારતમાં ૭૪ બેઠકો પર સમેટાઈને રહી જશે. ચૂંટણીની તૈયારીઓ પર સપા અધ્યક્ષે કહ્યું કે હું એ વિચારી રહ્યો હતો કે પહેલા ભાજપના લોકો પ્રચાર કરીને થાકી જાય પછી અમે પ્રચાર કરીશું. અખિલેશે ભાજપના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે થયેલી જૂતા ફાઇટનો ઉલ્લેખ કરતા જણાવે છે કે આ જૂતાવાળી સરકાર છે. ભાજપના સાંસદ પોતાના વિધાયકને ૨૧ જૂતાની સલામી આપે છે.