મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે સતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા નવ વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત સન્નારીઓને ઉદગમ વુમન્સ એચીર્વર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે સતત દસમાં વર્ષે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટએ ઉદગમ ટ્રસ્ટી ઉષાબેન ધ્રુવકુમાર જોશીની સ્મૃતિમાં બે દિવસીય “ઉષા પર્વ” નું આયોજન તા.૦૯-૧૦ માર્ચ ૨૦૧૯ ના રોજ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.
“ઉષા પર્વ” અંતર્ગત પ્રથમ દિવસે તા.૦૯ માર્ચ ૨૦૧૯ ના રોજ દસમાં ઉદગમ વુમન્સ એચીર્વર એવોર્ડમાં ઉદગમ ટ્રસ્ટના મેનેજીગ ટ્રસ્ટી ડો. મયુર જોશીએ સ્વાગત પ્રવચન આપી સંસ્થાના કાર્યોની અને ઉદગમ વુમન્સ એચીર્વર એવોર્ડના પ્રક્રિયાની માહિતી આપી હતી.
દસમાં ઉદગમ વુમન્સ એચીર્વર એવોર્ડ સમારંભના મુખ્ય મેહમાન તરીકે ગ્રામના સ્થાપક તથા સમાજસેવી અનારબેન પટેલ, અને અતિથિ વિશેષ તરીકે ગાંધીનગરના પદનામિત ડેપ્યુટી મેયર નાજાભાઇ ઘાંઘર, લિટલ વિંગ્સ હોલિસ્ટિક ર્લનિંગ સેન્ટરના સ્થાપક અને સમાજસેવી ઉષા અગ્રવાલ તથા ગાંધીનગરના ઇન્ચાર્જ મેયર દેવદ્રસિંહ ચાવડા સાથે ઉદગમના ટ્રસ્ટી ધુવભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા.
દિવ્યાંગ કેટેગરીમાં શૈલા પરેશ ધાર્મિક, કીર્તિદાબેન શાહને લાઈફટાઈમ એચીવમેન્ટ, સમાજ સેવા રીટાબેન ત્રિવેદી, પ્રિયાંશી પટેલ, શિક્ષણમાં રોનીતા ડી’સુઝા,પરવીન ડૉક્ટર, કાયદોમાં દિપીકાબેન ચાવડા, કાર્પોરેટ વિભા નટરાજ, મીતા ત્રિવેદી, કલા અને સંસ્કતિમાં ચૌલા દોશી, અમિત એ દલાલ, ડૉ. મિતાલી નવિનીત નાગ, સોનલ મજમુદાર,સંગીતા રવિન્દ્રકુમાર, ઉદ્યોગ સાહસિકતા મીનાક્ષી જય આહુજા, ડૉ.ગીતીકા સલુજા, સાહિત્યમાં વિજયાલક્ષ્મી જે, પત્રકારત્વમાં અમી શર્મા, તથા આરોગ્યમાં ડૉ. આશીષ કૌર ચૌધરી, ડૉ. વિરલ જનક ઠક્કર, તથા ફેશનમાં પૂર્વી ત્રિવેદી, ઓક્યુટીઝમ અને આધ્યાત્મિકતા માં ભારતી વર્મા તથા મીતા જાની, અને યંગ અચીવર તરીકે ઐશ્વર્યા એ જૈન જેવી વિવિધ ક્ષેત્રમાં નોંધનીય કામગીરી કરનાર ૨૪ નારીઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.