ગુજરાત મિડીયા એવોર્ડ-પત્રકારોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો

1355
guj1192017-6.jpg

ગુજરાત મીડિયા માટે એક સન્માનિય અને ગર્વિત પ્રસંગ એવા ગુજરાત મીડિયા એવોર્ડ્‌સ દ્વારા વિવિધ ક્ષેત્રે પોતાની કલમની કસબ દાખવનાર પત્રકારોનું સમ્માન કરવામાં આવ્યું. એમઝોન ઇવેન્ટ્‌સના નેજા હેઠળ અને સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટના સહયોગથી ગુજરાત મીડિયા એવોર્ડ્‌સનું આયોજન કરવામાં આવ્યું. 
આ અંગે વિગતે જણાવતા ગુજરાત મિડીયા વેલ્ફેર ટ્રસ્ટના ફાઉન્ડર અંકિત હિંગુ અને કો-ફાઉન્ડર પંકજ ખત્રી એ જણાવ્યું કે અમે ગુજરાત મીડિયા એવોર્ડ્‌સ દ્વારા પત્રકારત્વને વરેલા અને હંમેશા સમાજને કંઈક નવુ આપવાની ધગશ રાખવાવાળા પત્રકારોનું જાહેરમાં સન્માન કરીએ છીએ, આ વર્ષે વિવિધ કેટેગરીમાં ગુજરાતભરમાંથી  મોટી સંખ્યામાં પત્રકારોના નોમીનેશન થયા હતા. 
આ એવોર્ડ્‌સના જ્યુરી ડા. સોનલબેન પંડ્યા અને ડા. શીરિષ કાશીકર દ્વારા તટસ્થ રીતે સમગ્ર કેટેગરીના ૨૩ વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી.  ઉલ્લેખનીય છે કે, ગુજરત મિડીયા એવોર્ડના ભવ્ય સમારંભમાં દેશ અને વિદેશમાં પોતાની કલમથી આગવી ઓળખ ઊભી કરેલ છે તેવા વરિષ્ઠ પત્રકાર કાંતિ ભટ્ટ ઉપસ્થિતમાં વિવિધ મહાનુભવોના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં.

એવોડ્‌ર્સ મેળવનાર પત્રકારો અને ફોટો જર્નાલિસ્ટ
ક્રમ    નામ    એવોર્ડ    
૧    કેયૂર જાનિ    બેસ્ટ સ્ટોરી – ઇન્સ્પીરેશનલ એવોર્ડ    જીએસટીવી
૨    વિવેક ભટ્ટ અને ટીમ    બેસ્ટ ઇન્વેસ્ટીગેશન સ્ટોરી ટીમ    સંદેશ ન્યૂઝ
૩    કલ્પના શાહ    બેસ્ટ એન્કર    ઇટીવી
૪    ધનેશ પરમાર    બેસ્ટ કવરેજ – કુદરતી હોનારત    સંદેશ ન્યૂઝ
૫    અમિત પટેલ    બેસ્ટ કવરેજ – રૂરલ    સંદેશ ન્યૂઝ
૬    ઇત્ન દેવકી    બેસ્ટ ઇત્ન    રેડ એફએમ
૭    ધીરૂભાઇ ઠાકર    વિશેષ મરણોત્તર એવોર્ડ –
            ગુજરાતી ભાષામા તેમના અભૂતપૂર્વ યોગદાન બદલ    
૮    નગેન્દ્ર વિજય    લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ    
૯    ભવેન કચ્છી    સ્પે. જ્યુરી એવોર્ડ – કોલમ રાઇટીંગ    ગુજરાત સમાચાર
૧૦    ઝવેરીલાલ મહેતા    સ્પે. જ્યુરી એવોર્ડ – ફોટોગ્રાફી    ગુજરાત સમાચાર
૧૧    ડા. દિવ્યેશ વ્યાસ    બેસ્ટ એવોર્ડ – કોલમ રાઇટીંગ    દિવ્ય ભાસ્કર
૧૨    જયંતિભાઇ ચૌધરી    બેસ્ટ સ્ટોરી – ન્યૂઝ ઇન્સપીરેશન    ગુજરાત સમાચાર
૧૩    શૈલેષ નાયક    બેસ્ટ સ્ટોરી – સ્પેશ્યલ રિપોર્ટિંગ    મિડ-ડે
૧૪    મેધા પંડ્યા ભટ્ટ    બેસ્ટ સ્ટોરી – એન્ટરટેઇનમેન્ટ    ફ્રિલાન્સર
૧૫    મેઘા ડી. કાપડિયા    બેસ્ટ લાઇફસ્ટાઇલ સ્ટોરી    દિવ્ય ભાસ્કર
૧૬    કરનસિંહ પરમાર    બેસ્ટ ફોટોગ્રાફી    દિવ્ય ભાસ્કર
૧૭    ઇરફાનમિયા એમ મલેક    બેસ્ટ ક્રાઇમ સ્ટોરી    દિવ્ય ભાસ્કર
૧૮    મહેશ રબારી    બેસ્ટ એજ્યુકેશન સ્ટોરી    સંદેશ
૧૯    અનિરૂદ્ધસિંહ પરમાર    બેસ્ટ રિજનલ સ્ટોરી    સંદેશ
૨૦    શત્રુગન શર્મા    બેસ્ટ પોલિટીકલ સ્ટોરી    દૈનિક જાગરણ
૨૧    નવલસિંહ રાઠોડ    બેસ્ટ સ્ટોરી – સ્પોર્ટ્‌સ     દિવ્ય ભાસ્કર
૨૨    જ્યોતિ ભિઓલા    બેસ્ટ સ્ટોરી – હેલ્થ સેનિટેશન    ડીએનએ
૨૩    લક્ષ્મી પટેલ    યંગ અચિવર    અમદાવાદ મિરર

Previous articleપીએમના આગમનની તૈયારી : અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર રોશનીનો શણગાર
Next articleગુસ્તાખી માફ