ધો-૧૦માં આકૃતિવાળા પ્રશ્નો વધુ હોવા છતાં વિજ્ઞાનનું પેપર સરળ

688

બોર્ડની ધો-૧૦માં ગુજરાતી વિષયના સરળ પેપર બાદ આજે વિજ્ઞાાનનું પેપરપણ સરળ પુછાતા વિદ્યાર્થીઓ સ્કોરીંગ વિષયમાં જ સ્કોર કરી શક્યા હતા. એટલુ જ નહીં, પરીક્ષાકેન્દ્રો બહાર પેપર આપીને વિદ્યાર્થીઓ આવતા હતા ત્યારે પણ તેઓ ખુશ દેખાતા હતા.

પેપરમાં પાંચ એમસીક્યુને છોડીને પાર્ટ એ ખુબ જ સરળ હતો જે સમયમર્યાદા કરતા પણ વહેલું પુર્ણ થઇ જાય તેમ હતું. જ્યારે પાર્ટ-બી સંપુર્ણ પાઠયપુસ્તક આધારીત હોવાછતાં આકૃતિવાળા છ પ્રશ્નો પુછતાં ઘણા વિદ્યાર્થીઓને આ પેપર લાંબુ લાગ્યું હતું.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી ધોરણ-૧૦ અને ધો-૧૨ની પરીક્ષામાં એસએસસીમાં ગુજરાતીની સરળ પેપર બાદ એક રજા બાદ આજે વિજ્ઞાાનનું પેપર હતું.ત્યારે આજે વિજ્ઞાાનનું સરળ પેપર પુછાતા વિદ્યાર્થીઓનો ડર  દુર થઇ ગયો હતો.

આ અંગે વિષય નિષ્ણાંત કિશોરસિંહ રાજપુતે જણાવ્યું હતું કે,આ વખતે વિજ્ઞાાનનું પેપર ગત વર્ષ કરતા સરળ પુછાયુ હોવાને કારણે વિદ્યાર્થીઓ હરખાયા છે. ખાસ કરીને વિજ્ઞાાનના પેપરના પાર્ટ એમાં પાંચ એમસીક્યુ સીવાય તમામ એમસીક્યુ સરળ હતા જે અગાઉ પુછાઇ ગયા હતા તેમજ પાઠયપુસ્તકના સ્વાધ્યાય તેમજ ઉદાહરણમાં પણ પુછાયેલા છે જેના કારણે વિદ્યાર્થીઓ સમયમર્યાદા પહેલા સરળતાથી લખી શક્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાર્ટ-બી પણ આવી જ રીતે પાઠયપુસ્તક આધારીત પુછાયેલો હોવાને કારણે વિદ્યાર્થીઓને સરળ લાગ્યો હતા. જો કે આ વિભાગમાં છ પ્રશ્નો આકૃતિવાળા હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓને આ પેપર લાંબુ પણ લાગ્યું હતું. ત્યારે વિભાગ-બીમાં પ્રશ્ન નં.૭માં દાખલો હોવાથી ઘણા વિદ્યાર્થીઓને તે લખવામાં તકલીફ પણ પડી હતી.

તેમ છતાં સમગ્ર પેપર પાઠયપુસ્તક આધારિત અને ધારણા મુજબનું હોવાથી વિદ્યાર્થીઓને હળવાશ અનુભવી હતી. જેથી સામાન્ય વિદ્યાર્થીઓએ પણ વધુ માર્ક મેળવવાની આશા બાંધી છે તો બે સરળ પેપર પુછાવાને કારણે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે.

Previous articleશાંતિ એક્સપ્રેસ ગાંધીનગર- અમદાવાદ વચ્ચે રદ રહેશે
Next articleગુજરાત મંત્રીમંડળ વિસ્તરણઃ ઘરના ઘંટી ચાટે અને પારકાને આંટો