ધોરણ-૧૦માં ગણિતમાં નબળા વિદ્યાર્થીઓ માટે સોનેરી સૂચનો (સ્માર્ટ ટીપ્સ)

1128

બોર્ડની પરિક્ષા ચાલી રહી છે તા.૧૨ મંગળવારે ધોરણ ૧૦ વિદ્યાર્થીઓને ગણિતનું પેપર છે ત્યારે ગણિતમાં નબળા વિદ્યાર્થીઓ માટે સોનેરી સૂચનો નીચે મુજબ છે.

પ્રકરણ નંબર : પહુપદીની ઘાતને આધારે શૂન્યની સંખ્યા તેમજ તેનું સ્વરૂપ હોય છે. તેમજ શૂન્ય ઘાતવાળી બહુપદીને અચળ બહુપદી કહેવાય છે.

ચોકડી ગુણાકાર સુત્રમાં બીસી સીએ એબી તથા ૧૨ઃ૧૨ પ્રમાણે યાદ રાખી ચોકડી ગુણાકાર કરવો.

સમાતંર શ્રેણીમાં પદ શોધવામાં ટીએન અને સરવાળામાં એસએન સુત્ર વાપરવુ.

પ્રમય, ઉપપ્રમેય અને અગત્યના પરિણામ આધારીત સુત્રો તૈયાર કરવા પ્રમેયનો મહાવરો વધુ કરવો.

અંતરસુત્ર અને મધ્યકેન્દ્રના સુત્રો તૈયારી કરી દાખલા ગણવા.

ત્રિકોણ મિતિમાં સાઈન થીટા સાક કોસ થીટા પાક. અને ટેન થીતા સાયા, ન આવડે તો કરો સુત્ર પાકા.

ઉત્સેઘ કોણનો ખૂણો નીચે પગ આગળ અને અવસેઘકોણ આંખ આગળ મળે ભારે યુગ્મકોણ પ્રમાણે દાખલા ગણવા.

વર્તુળના પ્રમેય તૈયાર કરવા.

રચનાઓ દોરી મહાવરો કરવો.

ક્ષેત્રફળ, ઘનફળ, સરખામણી કરી સુત્રો તૈયાર કરી દાખલાઓ ગણવા

આંકડા શાત્રમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક તતા સંભાવના દાખલાઓનો વધુ મહાવરો કરવો તેના રોકડા માર્ગ મળે છે.

આ રીતે ગણિતમાં ઓછા સમયમાં સ્માર્ટ વર્ક કરી ગણિતમાં ઉચ્ચતમ ગુણ મેળવી શકશો તેમ ગણિતના શિક્ષક જયંતભાઈ મુલાણી શ્રી સ્વામી નારાયણ હાઈસ્કુલ સરદારનગરએ જણાવ્યું છે.

– જયંતભાઈ મુલાણી

Previous articleગુજરાત મંત્રીમંડળ વિસ્તરણઃ ઘરના ઘંટી ચાટે અને પારકાને આંટો
Next articleતા.૧૧-૦૨-ર૦૧૯ થી ૧૭-૦૩-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય