મેષ (અ.લ.ઈ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆત શુભ રહેશે. પણ તા. ૧૪ થી હોળાષ્ટની શરૂઆત અને તા. ૧પ-૩-૧૯થી સુર્ય ગ્રહનું મીનરાશીનું ભ્રમણ અશુભ બંધનયોગ આપે છે. તેથી એક માસ માટે વધુ પડતો આત્મવિશ્વાસ અને અપેક્ષા નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. આર્થિક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન શકય બનશે. અપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સુર્યને અૃધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
વૃષભ (બ.વ.ઉ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતી અને શનિ રાહનો શાપીતદોષ સાથે મંગળગ્રહનો અશુભ બંધનયોગ આર્થીક માનસિક અને શારીરિક ત્રણેય રીતે સાચવવાનું સુચવે છે. માત્ર યાદ રાખવું કે સતંષોીનર સદા સુખી કારણ કે કાર્ય સફળતા માટે હજુ થોડી રાહ જોવી પડશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે લાભ રહેશે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે શનિવારના વર્ત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
મિથુન (ક.છ.ઘ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર રાહુ અને નિર્બળ ગુરૂ ગ્રહનું ભ્રમણ કાલ્પનીભય અને નિર્બળ વિચારો આપે છે. તેમ છતાં નસીબ કર્મ અને ભાગ્ય સ્થાનની પ્રબળતા યેનકેન પ્રકારે કાર્ય સફળતાના યોગ આપી શકે છે. માત્ર એકાગ્રતા કેળવવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે..
કર્ક (ડ.હ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જ ન્મના ચંદ્રથી રાહુ ગ્રહના બંધનયોગ ન સજાય ન સહેવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. તેમ છતા સપ્તાહના મધ્યભાગથી સુર્યગ્રહનો બંધનયોગ પુર્ણ થાય છે. તેથી આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. પણ ભાગ્યનો સહકાર નહીં મળે મિલ્કત અને વારસાઈ કાર્યોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક બાબતોમાં ચિંતા મળી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય થઈ શકે છે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
સિંહ (મ.ટ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી ગુરૂ ગ્રહની નિર્બળતા અને સપ્તાહના મધ્યભાગથી મીનારક કર્મુતાની શરૂઆત સાથે સુર્ય ગ્રહનો બંધનયોગ એક માસ માટે વધુ પડતી અપેક્ષા અને આત્મ વિશ્વાસનો ત્યાગ કરવાનું સુચવે છે. ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં સહી સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન થાય તે ધ્યાન રાખવું. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
કન્યા (પ.ઠ.ણ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતી અને કેતું મંગળગ્રહનો અશુભ બંધનયોગ આવશે અને ઉશ્કેરાટનો ત્યાગ કરવાનું સુચવે છે. મોટા અને ખોટા પ્રલોભનોથી દુર રહેવું. અને વર્તમાન સમય વાસ્તવિક પરિસ્થિતિમાં જીવવું જરૂરી બનશે. મિલ્કત અને વિલવારસના કાર્ય્માં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે શનિવારના વર્ત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
તુલા (ર.ત.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર મંગળ શુભ દ્રષ્ટી અને શુભ અશુભ દરેક ગ્રહોનો આર્શીવાદ સંપુર્ણ કાર્ય સફળતાના યોગ આપે છે. માત્ર આળસવૃત્તિ અને મનોરંજનમાં સમયશક્તિનો દુર ઉપયોગ ન થાય તે જોશો. નવા કાર્યોની શરૂઆત માટે પણ શુભ સમય છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શુક્રવારના વ્રત અને લક્ષ્મીજીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.
વૃશ્ચિક (ન.ય)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના મધ્યભાગથી સુર્ય ગ્રહના બંધનયોગથી મુક્તિ મળે છે. તેથી આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. તેમ છતા હવે રાહુ ગ્રહનો બંધનયોગ શરૂ છે. તેથી વાણીવર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવવી જરૂરી છે. કાર્ય સફળતા મળશે. પણ નસીબના સહકારથી મળશે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ ભાંડુનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી વાંચવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફમળદાયી સમય રહેશે.
ધન (ભ.ફ.ધ.ઢ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનંં ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર શની રાહુનો શાપીત દોષ અને ગુરૂ ગ્રહનો અશુભ બંધનયોગ નિરાશા અને નિષ્ફળતા આપી રહ્યા જ રહ્યા છે. તેમ સપ્તાહના મધ્યભાગથી સૂર્ય ગ્રહ એક માસ માટે બંધનયોગમાં વૃધ્ધિ કરશે તેથી સ્થિતી સ્થાપક બનવું જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહીસિક્કાની બાબતોમાં સાવધ રહેવું જરૂરી છે. પત્ની ભાગીદારો વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્તિક અને જાહેર જિવનમાં કસોટી થઈ શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશેે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના સાથે કુળદેવીનુ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
મકર (ખ.જ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહનો વરતારો ગમે તેવા શત્રુઓ ઉપર વિજય મેળવી શકશો કપરા કાર્યો પણ સરળ બનાવી શકશો માત્ર માનસીક એકાગ્રતા કેળવવી કપરી બનશે. તેથી આવેશ અને ઉશ્કેરાટનો ત્યાગ કરવો જરૂરી છે. અને અન્ય વ્યક્તિ પર વિશ્વાસ કેળવવો જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનમાં પ્રગતી થશે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષની ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાનજીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
કુંભ (ગ.શ.સ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે. જન્મના ગ્રહોની પ્બળતા અને ઈશ્વરના આર્શિવાદ હશે તો ન ધારેલી કાર્ય સફળતા મળવાના યોગ છે. નવા કાર્યોની શરૂઆત પણ શુભ રહેશે માત્ર મોજશોખ અને અને આળસવૃત્તિથી દુર રહેવું મિલ્કત વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય અને કાર્યોથઈ ચિંતા મળી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે ગુરૂવારના વ્રત અને નિત્ય શની ચાલીશાના પાઠ કરવાથી મહત્વના કાર્યોમાં પ્રગતી મળી શકે છે.
મીન (દ.ચ.ઝ.થ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી શુખ સ્થાનમાં રાહુ ગ્રહનો અશુભ બંધનયોગ જીવનમાં પરિવર્તન લાવવાનું સુચવે છે. હવે લોભ લાલચ અને નિંદાનો ત્યાગ નહી કરો તો ન ધારેલી નિષ્ફળતા મળી શકે છે. સપ્તાહના મધ્યભાગથી સુર્યગ્રહ શુભ ફળ આપશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટકચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.