ઑડિસા સરકાર લોકસભા ચૂંટણીમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપશે

474

લોકસભાની ચૂંટણી પહેલા ઓડિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે મહત્વની જાહેરાત કરી છે. પટનાયકે જણાવ્યુ કે, લોકસભાની ચૂંટણીમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવામા આવશે. નવીન પટનાયકે આ પ્રકારની જાહેરાત કેંડ્રાપારામાં આયોજિક એક જનસભામાં કરી હતી.ઓડિસામાં કુલ ૨૧ લોકસભાની બેઠક છે એટલે બીજેડી આશરે સાત મહિલા ઉમેદવારને ચૂંટણી મેદાનમા ઉતારશે. ૨૦૧૪માં ઓડિસાની ૨૧ બેઠકમાંથી બીજેડીને ૨૦ અને ભાજપને એક બેઠક પર જીત હાંસલ થઈ હતી. ત્યારે આ વખતે ઓડિસામાં ભાજપની સ્થિતિ વધારે મજબૂત બની છે.

Previous articleપાડોસી દેશમાં જંગ લડવાની ક્ષમતા નથી, આતંકવાદને વધુ સાંખી નહીં લેવાય : મોદી
Next articleકોલંબિયામાં વિમાન દુર્ઘટનામાં મેયર સહિત ૧૨ના મોત