ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં રાત્રે ઠંડીનું જોર વધ્યું, પાટણમાં ઠંડીથી વૃદ્ધનું મોત

814
gandhi29-12-2017-1.jpg

ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લો બુધવારે સામાન્ય ગરમ રહ્યા હોય તેમ મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જ્યારે બાકીના ત્રણેય જિલ્લાનું મહત્તમ તાપમાન ૨૮ અને ૨૯ ડિગ્રી વચ્ચે રહ્યું હતું. જો કે, લઘુત્તમ તાપમાનમાં આંશીક ઘટાડો થતાં રાત્રે ઠંડીએ વધુ જોર પકડ્‌યું છે. પાટણના પદ્મનાભ ચાર રસ્તા પાસેની કેનાલ પાછળના ખુલ્લા ખેતરમાં ભટકતું જીવન ગુજારતા ઠાકોર કાન્તીજી નાનું ઠંડીના કારણે મોત નિપજ્યું હતું.
બનાસકાંઠા અને પાટણનું બુધવારે મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી રહેતાં બપોરના સમયે સામાન્ય ગરમીની અસર જોવા મળી હતી. જ્યારે મહેસાણાનું ૨૮.૪ ડિગ્રી, સાબરકાંઠાનું ૨૮.૮ ડિગ્રી અને અરવલ્લીનું ૨૮.૭ ડિગ્રી જેટલું નોંધાયું હતું. તેવી જ રીતે ડિસાનું લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી રહેતાં તે ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. 
આ સાથે મહેસાણાનું ૧૧.૨ ડિગ્રી, પાટણનું ૧૧.૬ ડિગ્રી, સાબરકાંઠાનું ૧૧.૧ ડિગ્રી અને અરવલ્લીનું ૧૧.૫ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. રાત્રીનું તાપમાન આંશીક ઘટાડાને લઇ સમગ્ર ઉત્તર ગુજરાતમાં રાત વધુ ઠંડી રહી હતી. 

Previous article નરોડા-દહેગામ રોડ પર ટ્રક-જીપ વચ્ચે અકસ્માત :બેના મોત
Next article પાલિતાણા તળાવ વિસ્તારની પ્રાથમિક શાળામાં યુનિફોર્મ કીટનું વિતરણ કરાયું