દામનગર શહેરમા NID રાઉન્ડ  પોલિયો નાબૂદી દિવસની ઉજવણી

555

દામનગર શહેર મા એન.આઈ. ડી  માર્ચ ૨૦૧૯ પોલિયો પ્રથમ રાઉન્ડ ની ઉજવણી કરવામાં આવી, જેમાં દામનગર શહેર મા ૭ મેઇન બુથ તથા ૪ પેટા બુથ પર ૦ થી ૫ વર્ષ ના તમામ બાળકો ને પોલિયો ના ૨. ટીપાં પીવડાવાંમાં આવ્યા અને બાળ લકવા થી સુરક્ષિત કરવામાં આવ્યા, આ કાર્યક્રમ ની ઉજવણી મા દામનગર શહેર ના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું,  દરેક બાળકો ને તથા વાલી ઓ ને પોલીયો વિશે સંપૂર્ણ માહિતગાર કરવામાં આવ્યા હતા, ડૉ. હિતેશ કે. પરમાર મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસ લાઠી તેમજ, પ્રા. આ. કેન્દ્ર જરખીયા ના આરોગ્ય સ્ટાફ, રીનાબેન, પૂર્વીબેન, આરતીબેન,  રણજિત વેગડા, પ્રિયકાંત ભટ્ટી, રાજ દીક્ષિત, તમામ આંગણવાડી ના કાર્યકર બહેનો, આશા બહેનો તથા સ્વયંસેવિકા દ્વારા સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવેલ.

Previous article૭ તબક્કામાં મતદાન, લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફુંકાયું
Next articleમહુવા શાળા નં. ૬માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થયેલી ઉજવણી