મહુવા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની ભાનુમતિ રણછોડદાસ પારેખ પ્રા.શાળા નં.૯માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી, જેમાં શાળાની ૩૫ જેટલી વિદ્યાર્થીનીઓએ મધર ટેરેસા, પૂર્ણિમાબેન પકવાસા, ઈન્દિરા ગાંધી, સુષ્મા સ્વરાજ, આનંદીબેન પટેલ, મલ્લિકા સારાભાઈ, સુધા ચંદ્રન, પી.વી.સિંધુ, અમૃતા શેરગીલ, અસિમા ચેટર્જી, જીજાબાઈ, સાયના નેહવાલ, ડૉ.સીમા રાવ, વિજ્યાલક્ષ્મી પંડિત, પી.ટી.ઉષા, મીરાબાઈ, કસ્તુરબા, રાણી લક્ષ્મીબાઈ, રજિયા સુલ્તાન, મેરી કોમ, લજ્જા ગોસ્વામી, કોર્નેલિયા સોરાબજી, કિરણ બેદી, કલ્પના ચાવલા, સાવિત્રીબાઈ ફૂલે, નિશિતા પુરોહિત, સાક્ષી મલિક સહિત વિવિધ ક્ષ્રેત્રની મહાન સન્નારીઓના આબેહૂબ પાત્રનો રોલ ભજવી નારી શક્તિનો પરિચય આપેલ. શાળાના આચાર્ય વિજયભાઈ દેવગાણિયા તથા શાળાના કો.ઓર્ડિનેટર રમેશભાઈ સેંતાના માર્ગદર્શન નીચે શાળાના શિક્ષકો દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવેલ હતુ. મહુવા નગરપાલિકાના કાર્યકારી પ્રમુખ જીતેનભાઈ પંડ્યા, સૈયદ દાદાબીન, યુસુફભાઈ કાબરિયા, વિનુભાઈ દસાડિયા, જગદિશભાઈ જાની સહિત અનેક મહાનુભાવોએ તથા વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકોએ હાજરી આપી પ્રોત્સાહન પૂરું પાડેલ. ખાસ મહેમાન તરીકે ડૉ.મેઘાબેન મહેતા, ડૉ.શિલ્પાબેન ગેડિયા, મહુવા મહિલા મંડળના પ્રમુખ રેખાબેન રૂપારેલ, જયોત્સનાબેન વાળા તથા શાળા નં.૧૩ના આચાર્ય મનિષાબેન પરમારે ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓના ઉત્સાહને વધારેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાગૃતિબેન પંડ્યાએ પોતાની આગવી શૈલીમાં કરેલ.