પાલિતાણા તળાવ વિસ્તારની પ્રાથમિક શાળામાં યુનિફોર્મ કીટનું વિતરણ કરાયું

1135
bhav29-12-2017-8.jpg

આજરોજ પાલિતાણામાં આવેલ તળાવ વિસ્તારમાં તળાવ પ્રાથમિક શાળામાં યુનિફોર્મ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આ શાળાના ૪૦ બાળકો જેવા કે જેને માતા અથવા પિતા ન હોઈ તેવા બાળકો જે શાળાએ આવા માટે યુનિફોર્મ ન હોઈ અને શાળાએ આવી શકતાન હોઈ જેની પ્રવિણભાઈ ગઢવીએ નોંધ લઈ તે ૪૦ બાળકોને સ્કુલ યુનિફોર્મ કીટનું વિતરણ કરી માનવતા દેખાડી હતી. જેમાં આ કાર્યક્રમમાં પ્રવિણભાઈ ગઢવી, ચેતન દેવલુક, કિરીટભાઈ લકુમ, હરિયાણી બાપુ, તેમજ શાળાના સ્ટાફગણ જોડાયા આ શાળાના આચાર્ય શકિતસિંહ યાદવએ કહ્યું હતું કે પ્રવિણભાઈ ગઢવી  આ તળાવ શાળામાં અનેકવાર મદદરૂપ થાય છે અને બાળકોની ઉપર તેમના સદાય આર્શીવાદ રૂપ રહ્યા છે. 

Previous article ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં રાત્રે ઠંડીનું જોર વધ્યું, પાટણમાં ઠંડીથી વૃદ્ધનું મોત
Next article વરલી મટકાના આંકડા લેતો શખ્સ ઝડપાયો