નવેક માસથી ફરાર આરોપીને ઝડપી લેતી બોરતળાવ પોલીસ

654

બોરતળાવ પોલીસ સ્ટેશના પો.ઈન્સ. કેઅ.મે.રાવલ અને ડી.સ્ટાફના માણસો હર્ષદભાઈ ગોહેલ , ભીખુભાઈ બુકેરા, હિરેનભાઈ મહેતા, સેજાભાઈ સૈયદ, ધર્મદિપસિંહ જાડેજા, તથા નિલમબેન વિરડીયા વિગેરે પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમા હતાં દરમયાન ભીખુભાઈ બુકેરા અને  હિરેનભાઈ મહેતાને સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, બોરતળાવ પોલીસ સ્ટેશનના ગુનાનો નાસતો ફરતો આરોપી રેલવે મેપાનગર બાપાની મઢુલી પાસે એક ક્રીમ કલરનો ટીપકીવાળો શર્ટ અને વાદળી કલરનું જીન્સ પેન્ટ પહેરી ઉભેલ છે. તેવી હક્કિત મળતા હક્કિત વાળી જગ્યાએ સદર વર્ણનવાળો ઈસમ મહેશભાઈ ઝીણાભાઈ જેઠવા (ઉ.વ.૩૦) રહે. મેપાનગર રેલવે હોસ્પિટલની પાછળ, ભાવનગર વાળો મળી આવતા જે છેલ્લા નવેક માસથી ઉપરોકત ગુનામાં નાસતો ફરતો હોય જેને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Previous articleનારાયણ નગર ખાતે પોલિયો દિવસની ઉજવણી
Next articleવડવા તલાવડીમાં ફ્રી મેડીકલ કેમ્પ