વેસ્ટર્ન રેલ્વે દ્વારા નવી શરૂ કરાયેલી ભાવનગર-ઉધમપુર જન્મભુમિ એકસપ્રેસ ટ્રેનને આજે વહેલી સવારે ૪-પ૦ કલાકે ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળે ગ્રીન સીગ્નલ આપીને પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે ડીઆરએમ રૂપા શ્રીનિવાસન, મેયર મનભા મોરી, ચેરમેન યુવરાજસિંહ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
ભાવનગરથી ઉધમપુર જતી સાપ્તાહિક જન્મભુમિ એકસપ્રેસ ટ્રેન ભાવનગર ટર્મીનલ ખાતેથી વહેલી સવારે ૪-પ૦ કલાકે પ્રસ્થાન કરાવાઈ હતી. જે બીજા દિવ્સે સોમવારે સાંજે પ-૩૦ કલાકે ઉધમપુર પહોંચશે જયારે ઉધમપુરથી રાત્રે ૧૦-પૅ૦ કલાકે ઉપડી બુધવારે બપોરે ૧-૧પ કલાકે ભાવનગર પહોંચશે. ભાવનગર ટર્મીનસથી ઉપડેલી આ ટ્રેન સીહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરામગામ, અમદાવાદ, આબુ રોડ, જોધપુર, ફલોટી જં., કોલાયત, લાસગઢ, મહાજન, વિરધવાલ, સુરતગઢ જં., પિલ્ બંગન, હનુમાનગઢ, ભટીંડા, ફરીદકોટ, ફિરોજપુર કેંટ, જલંધર સીટી, પઠાણ કોટ કેંટ, સામ્બા, જમ્મુતાવી થઈને ઉધમપુર પહોંચશે. આ ટ્રેનમાં ૪ જનરલ કોચ, ૧૧ સ્લીપર કોચ, ૧ સેકન્ડ એસી, ૪ થ્રીએસી,બે જનરેટર યાન સહિત કુલ રર કોચ રાખવામાં આવ્યા છે. જન્મુભુમિ એકસપ્રેસ સાપ્તાહિક ટ્રેન શરૂ થવાથી રેલ્વે યાત્રિકો અને ભાવનગરની જનતાને ફાયદો થશે અને લોકોને વેપાર વાણીજયમાં પણ સહાયતા રહેશે.