ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં સ્વાઈન ફલુ વોર્ડમાં હજુ દર્દીઓની સંખ્યા વધતી જાય છે અને મૃત્યુનો સીલસીલો યાથવત રહ્યો છે. જેમાં આજે વધુ એક મહિલાનું સ્વાઈન ફલુથી મોત થયું હતું. સર.ટી. હોસ્પિટલના સ્વાઈન ફલુ વોર્ડમાં ગત તા. ૮ના રોજ સરતાનપર ગામની ૩ર વર્ષિય મહિલાને સારવાર માટે દાખલ કરાયેલ જયાં આજે મોડી સાંજેત ેનું સારવારમાં મોત થયું હતું. હાલમાં સ્વ્ઈન ફલુ વોર્ડમાં નવા ૩ પોઝીટીવ સાથે કુલ ૧૯ પોઝીટીવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.