ગારિયાધાર વાલ્મીકી સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયા

711

આજરોજ ગારિયાધાર ખાતે બજરંગદાસ બાપા શ્રમમાં વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા  સમુહ લગ્નોત્સ્વનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ર૧ યુગલો લગ્નગ્રંથી થોડાયા હતાં.

આ પ્રસંગે મુળ ગારિયાધાર અને મોટા શહેરોમાં સ્થાયી થયેલ તમામ સમાજના લોકો દ્વારા આયોજનમાં સહકાર આપીને સામાજીક એકતાની હાકલ પાડેલ, વળી સામાજીક તથા રાજકીય આગેવાનો તેમજ સંતો મહંતો પણ પ્રસંગને દીપાવવા વિશેષ હાજર રહેલ જયારે આ પ્રસંગે વાલ્મીકી સમાજ આગેવાન જ ે.ડી.નૈયાએ જણાવાયું કે સમાજમાં હાલના આ મોંઘવારીના સમયમાં લગ્ન પ્રસંગ ખોટા આર્થિક વેડફાટ ન થાય તથા સમયની પણ બચત થાય તેવા હેતુથી સમાજના ઘણા આર્થિક રીતે સધ્ધર લોકો પણ આ સમુહ લગ્નોત્સવમાં જોડાયને સમાજને જાગૃતીનુ ઉદાહરણ પુરૂ પાડેલ અને આ લગ્નોત્સવ સફળ બનાવેલ અને આગામી દિવસોમાં પણ આવા કાર્યક્રમો વધુ સફળ બને તેવી આશા વ્યકત કરેલ.

Previous articleમ.કૃ ભાવ. યુનિ.ના કુલપતિ તરીકે ડો. મહિપતસિંહ ચાવડાની નિયુક્તિ
Next articleગાયક સંગીતકાર જસલીન રોયલએ તેના પ્રથમ ગુજરાતી પ્રારંભિક ગીત શરતો લગુ માટે શ્રેષ્ઠ મહિલા ગાયક પુરસ્કાર જીત્યો