શહેરના આનંદનગર વિસ્તારમાં કંસારાના કાંઠા પાસેનો રોડ બિસ્માર બન્યો છે. છેલ્લા પાંચેક વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતા રોડ નવો બનાવાતો નથી ત્યારે આજે સ્થાનિક રહીશો દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો અને સત્વરે બિસ્માર બનેલો રોડ નવો બનાવવા માંગણી કરવામાં આવી હતી.