સ્પેનિશ લીગ : સ્ટ્રાઇકર કરીમ બેન્ઝેમાના બે ગોલથી જીત્યું રિયલ મેડ્રિડ

536

વાલાડોલિડઃ સ્પેનિશ દિગ્ગજ રિયલ મેડ્રિડે લીગના ૨૭મા રાઉન્ડના મેચમાં રવિવારે સ્ટ્રાઇકર કરિમ બેન્ઝેમાના શાનદાર પ્રદર્શનની મદદથી રિયલ વાલાડોલિકને ૪-૧થી કારમો પરાજય આપ્યો હતો. ફ્રાન્સના ફુટબોલર બેન્ઝેમાએ આ મુકાબલામાં બે ગોલ કર્યા હતા. વાલાડોલિડે મેચમાં ગોલ કરવાની ઘણી તક ગુમાવી હતી અને એક પેનલ્ટી પણ વેડફી હતી.

આ મહત્વની જીતથી પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેલી રિયલના કુલ ૫૧ પોઈન્ટ થઈ ગયા છે જ્યારે વાલાડોલિડ ૨૬ પોઈન્ટની સાથે ૧૬માં સ્થાન પર છે. મેડ્રિડ માટે મેચની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ૩૦ મિનિટમાં યજમાન ટીમે મેડ્રિડ પર સતત હુમલો કર્યો અને લીડ વધારવામાં સફળ રહ્યું હતું.

મેચની ૨૯મી મિનિટમાં અનુઆર મોહામેદે ગોલ કરતા વાલાડોલિડને લીડ અપાવી હતી. આ વચ્ચે યજમાન ટીમ પેનલ્ટી પર ગોલ ન કરી શકી અને તેના બે ગોલ વીએઆરે નકારી દીધા હતા. મેડ્રિડ માટે બરાબરીનો ગોલ ૩૪મી મિનિટમાં ફ્રેન્ચ ડિફેન્ડર રાફેલ વરાને ૧૮ ગજના બોક્સની અંદરથી કર્યો હતો.

બીજો હાફ સંપૂર્ણ રીતે મહેમાન ટીમના નામે રહ્યો હતો. મેડ્રિડે મેચમાં ૬૨ ટકા બોલ પઝેશન રાખ્યું જેનું પરિણામ બીજા હાફમાં જોવા મળ્યું હતું. ૫૧મી મિનિટમાં બેન્ઝેમાએ ગોલ કરતા પોતાની ટીમને લીડ અપાવી દીધી હતી. તેની આઠ મિનિટ બાદ મેડ્રિડને પેનલ્ટી મળી અને બેન્ઝેમાએ તેમાં ગોલ કરીને સ્કોર ૩-૧ કરી દીધો હતો. મેચની ૮૦મી મિનિટે મિડફીલ્ડર કૈરિમીરોને બીજું યલો કાર્ડ મળવાને કારણે મેદાનની બહાર જવું પડ્‌યું હતું પરંતુ તેનાથી મેડ્રિડની રમત પર કોઈ પ્રભાવ ન પડ્‌યો. ૮૫મી મિનિટમાં લુકા મોડ્રિચે મેચનો અંતિમ ગોલ કર્યો હતો.

Previous articleસારા અલી તેમજ કાર્તિક લવ આજકલ -૨માં સાથે ચમકશે
Next articleવન-ડે,ટી-૨૦માં કુલદીપ ચહલ કરતાં વધારે ખતરનાક બોલર છેઃ મેથ્યૂ હેડન