વન-ડે,ટી-૨૦માં કુલદીપ ચહલ કરતાં વધારે ખતરનાક બોલર છેઃ મેથ્યૂ હેડન

689

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનિંગ બેટ્‌સમેન મેથ્યૂ હેડને કહ્યું કે, શેન વોર્નની જેમ કાંડા દ્વારા બોલિંગના કારણે કુલદીપ યાદવનો સામનો કરવો યુઝવેન્દ્ર ચહલની તુલનામાં વધારે મુશ્કેલ છે. કુલદીપ અને ચહલે વન ડે અને ટી૨૦માં વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેનોને પરેશાન કર્યા છે. હેડને કહ્યું કે, લેગ સ્પિનર તમને વિકલ્પ અને વિવિધતા આપે છે.

હેડને કહ્યું કે, ચહલનો સામનો કરી શકાય છે. ચહલ અગજ પ્રકારનો બોલર છે. તે સ્ટંપ પર બોલિંગ કરે છે અને સીધો જ બોલ ફેંકે છે. તેને ડ્રિફ્ટ નથી મળતો, જો હું ખેલાડી હોત તો ચહલનો સામનો કરવાને પ્રાથમિકતા આપત. ઓફ સ્પિનર ગતિમાં વિવિધતા લાવવાનું ભૂલી ગયા છે. વન ડે અને ટી૨૦માં કુલદીપ ચહલ કરતા વધારે ખતરનાક છે, કારણકે કુલદીપ શેન વોર્નની જેમ કાંડામાંથી બોલિંગ કરે છે. આ કારણે તેનો બોલ કેવો આવશે તે કળવું મુશ્કેલ બની જાય  છે.

હેડન ઓસ્ટ્રેલિયા તરફથી ૧૦૩ ટેસ્ટ અને ૧૬૧ વન ડે રમી ચુક્યો છે. જેમાં તેણે અનુક્રમે ૮૬૨ રન અને ૬૧૩૩ રન બનાવ્યા છે. જ્યારે ૯ ટી૨૦માં તેણે ૧૪૩.૯ના સ્ટ્રાઇક રેટથી ૩૦૮ ફટકાર્યા છે.

Previous articleસ્પેનિશ લીગ : સ્ટ્રાઇકર કરીમ બેન્ઝેમાના બે ગોલથી જીત્યું રિયલ મેડ્રિડ
Next articleભારતની મહિલા ક્રિકેટરોમાં ટેક્નિકલ કુશળતાનો જ અભાવ છે : કોચ રમન