માઢીયા રોડ પર કચરાના ઢગલા

734
bhav29-12-2017-6.jpg

સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવાઈ રહ્યું છે ત્યારે શહેરના કુંભારવાડા, માઢીયા રોડ છેલ્લા પમ્પીંગ પાસેના રોડ પર એટલી હદે કચરાના ઢગલા પથરાયેલા છે કે ત્યાં બનાવાયેલો આરસીસી રોડ પર કચરાની હેઠળ દબાઈ ગયો છે. રસ્તા ઉપર ફેલાયેલા કચરાના ઢગલાના કારણે માખી-મચ્છરના ઉપદ્રવ થવાના કારણે રોગચાળો ફેલાવાની પણ દહેશત વ્યક્ત કરાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા સત્વરે કચરાનો નિકાલ કરીને ખરા અર્થમાં સફાઈ અભિયાનને સાર્થક કરવા લોકમાંગ ઉઠવા પામી છે.

Previous article તળાજા જકાતનાકા પાસે કારમાં પ્રચંડ વિસ્ફોટ : નાસભાગ મચી
Next article પ્રભુદાસ તળાવના પપ્પુની પાસા તળે ધરપકડ કરાઈ