બ્લેક મની : ચંદામામાના માલિકો સામે ઉંડી તપાસ

474

ચંદામામા મેગેઝિનનું નામ આવતાની સાથે જ જોરદાર બાળકોની પટકથાને આવરી લેતી બાબતો યાદ આવી જાય છે. ચંદામામા મેગેઝિન એક સમયે બાળકોમાં ખુબ જ લોકપ્રિય હતી. દશકોથી પ્રાચીન ભારતીય વાર્તાઓનો ઉલ્લેખ તેમાં રહેતો હતો જેના કારણે તેની લોકપ્રિયતા પણ બાળકોમાં ખુબ હતી. ચંદામામા મેગેઝિનના નવા માલિકો હવે સ્વિસ બેંકમાં ગેરકાયદે જંગી ફંડના મામલામાં વિવાદના ઘેરામાં આવી ગયા છે. સ્વિસ બેંકમાં કાળા નાણાંને લઇને તેમની સામે તપાસ ચાલી રહી છે. વર્ષ ૨૦૦૭માં આ આઈકોનિક મેગેઝિનને ખરીદી લેનાર મુંબઈ સ્થિત જીઓડેસિક લિમિટેડ અને તેના ત્રણ ડિરેક્ટરો સામે ઉંડી તપાસ ચાલી રહી છે. મળેલી માહિતી મુજબ સ્વિસ બેંકમાં તેમના ખાતાઓના સંદર્ભમાં વહીવટી સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે તૈયારી દર્શાવવામાં આવી રહી છે. ભારતીય સત્તાવાળાઓ દ્વારા મની લોન્ડરિંગ અને અન્ય ફાઈનાન્સિયલ ગેરરીતિને લઇને તપાસ કરવામાં આવી રહી છે. સ્વિત્ઝર્લેન્ડે પણ સ્વિસ બેંકમાં તેમના ખાતાઓના સંદર્ભમાં માહિતી મેળવવા તૈયારી દર્શાવી છે. સ્વિત્ઝર્લેન્ડે બ્લેક મનીના મામલામાં તપાસ કરીને ભારતને માહિતી આપવાની પણ વાત કરી છે.

ચંદામામા મેગેઝિનના ડિરેક્ટરો હજુ તપાસમાં છે. અન્ય કેટલાક લોકોની સાથે ભારતે પણ સ્વિત્ઝર્લેન્ડના વલણમાં ફેરફારને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. પાંચમી માર્ચના દિવસે લેવામાં આવેલા નિર્ણયમાં સ્વિત્ઝર્લેન્ડના ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા ભારતને વહીવટી સહાયતા આપવાનો નિર્ણય કર્યો હતો. પ્રશાંત શરદ, પંકજકુમાર અને કિરણ કુલકર્ણી જે ત્રણ ડિરેક્ટર છે તેમની સામે તપાસ ચાલી રહી છે.

Previous articleજનરલ ક્વોટા : અરજી પર ૨૮મી માર્ચે સુનાવણી થશે
Next articleમોદીએ નોટબંધીની જાહેરાત આરબીઆઈની મંજૂરી વગર કરી હતી..!!