૧૪મી ફેબ્રુઆરીના દિવસે જમ્મુ કાશ્મીરના પુલવામામાં કરવામાં આવેલા ત્રાસવાદી હુમલામાં માસ્ટરમાઇન્ડ તરીકે રહેલા વધુ એક સુત્રધાર મુદસ્સિર અહેમદ ખાનને આજે સવારે ઠાર કરી દેવામાં આવ્યો હતો. ઠાર કરી દેવાયેલા ત્રાસવાદી પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક કબજે કરવામાં આવ્યા હતા. આજે સવારે થયેલી અથડામણમાંકુલ ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છથે. માનવામાં આવે છે કે ફુંકાઇ ગયેલા ત્રાસવાદીઓમાં મુદ્દસિર અહેમદ ખાન ઉર્ફે મોહમ્મદ ભાઇ પણ ઠાર થયો છે. સોમવારે વહેલી પરોઢે ત્રાલના પિંગલિશ વિસ્તારમાં એનકાઉન્ટર દરમિયાન જેશના ત્રાસવાદી મુદ્દસ્સિર ઠાર કરાયો છે. અધિકારીઓના કહેવા મુજબ ઠાર કરી દેવામાં આવેલા ત્રાસવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળાના જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યા બાદ તપાસ ચાલી રહી છે. સુરક્ષા દળો હાલમાં હાલમાં ભારે એલર્ટ છે. બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ જોરદાર ઓપરેશન હાથ ધર્યુ હતુ. સર્ચ દરમિયાન છુપાયેલા ત્રાસવાદીઓ દ્વારા અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જવાબમાં કાર્યવાહી કરવામાં આવતા ત્રણ ત્રાસવાદીઓ ઠાર થયા હતા. પુલવામાં નિવાસી ૨૩ વર્ષીય મુદ્દસ્સિર એક ઇલેક્ટ્રિશિયન હતો. પુલવામાં હુમલામાં ઉપયોગ કરવામાં આવેલી ગાડી અને વિસ્ફોટકની વ્યવસ્થા આ ખતરનાક શખ્સ દ્વારા કરવામાં આવી હતી. માસ્ટરમાઇન્ડ મુદસ્સિર અહેમદ ખાન જૈશે મોહમ્મદના કમાન્ડર તરીકે ભૂમિકા અદા કરી રહ્યો હતો. જૈશના કમાન્ડરને ઠાર કરવામાં આવ્યા બાદ સુરક્ષા દળો હજુ પણ તપાસ કરી રહ્યા છે. જૈશના કમાન્ડર મુદસ્સિર ખાનના પરિવારે તેના મૃતદેહની ઓળખ ચાર એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પૈકી એક તરીકે કરી છે. પોલીસે માહિતી આપતા કહ્યું છે કે, ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જૈશના કમાન્ડરને ઠાર કરીને મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. સુરક્ષા દળોએ આજે મોટુ ઓપરેશન પાર પાડ્યું હતું. સુરક્ષા દળોના અભિયાનમાં એ ઘરને ફૂંકી મારવામાં આવ્યું હતું જે ઘરમાં આ ત્રાસવાદીઓ છુપાયેલા હતા. સોમવારે મોડી રાત્રે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આતંકવાદીઓની બાતમી મળ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જૈશે મોહમ્મદના ત્રાસવાદીઓને હાલમાં એક પછી એક ઠાર કરવામાં આવી રહ્યા છે. ૨૭મી ફેબ્રુઆરીના દિવસે લેથપોરામાં સીઆરપીએફ કેમ્પ ઉપર ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પણ તેની સંડોવણી ખુલી હતી. આ હુમલામાં સીઆરપીએફના ત્રણ જવાનો શહીદ થયા હતા. પુલવામા હુમલાની જવાબદારી જૈશે સ્વીકારી હતી. એનઆઈએ દ્વારા ૨૭મી ફેબ્રુઆરીના દિવસે મુદસ્સિરના આવાસ પર દરોડા પાડ્યા હતા. દક્ષિણ કાશ્મીરના બીજબહેરાના નિવાસીની ઓળખ પણ કરવામાં આવી રહી છે.