કેટલાક સમયથી રાજ્યમાં ડબલ સીઝન ચાલી રહી છે. વહેલી સવારે ઠંડી અને બપોરમાં ગરમીનો પ્રકોપ હોય છે. ઠંડા પવનોનું જોર ઘટતા અમદાવાદ સહિત રાજ્યનાં ૧૦ શહેરોમાં ગરમીનો પારો ૩૩ ડિગ્રીને પાર થતા ગરમીમાં વધારો થશે.
હવામાન વિભાગ પ્રમાણે ઠંડા પવનોનું જોર ઘટતાં અમદાવાદ સહિત રાજ્યનાં ૧૦ શહેરમાં ગરમીનો પારો ૩૩ ડિગ્રી પાર થતાં ગરમીમાં વધારો થયો છે. આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ગરમીનું જોર વધવાની શક્યતા છે.
રવિવારે ૩૫.૮ ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ શહેર બન્યું હતું. રવિવારે અમદાવાદમાં ઠંડા પવનોનું જોર ઘટતા ગરમીનો પારો ૩૪.૫ અને લઘુતમ તાપમાન ૧૬.૭ ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે વહેલી સવારથી શહેરમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું.