ઇથોપિયામાં ગઈ કાલે દુર્ઘટનાગ્રસ્ત થયેલા પ્લેનમાં મરનાર ભારતીયોમાં ૬ ગુજરાતીઓ હોવાની વિગતો બહાર આવી છે. ઇથોપિયન એરલાઇનનું નવુ નક્કોર વિમાન જેવું આકાશમાં ઉડ્યું કે તુરંત જ ધડાકાભેર તુટી ગયું હતું, જેમાં સવાર તમામ ૧૫૭ લોકોના મૃત્યુ થયા હતા. મરનાર વ્યક્તિઓમાં મૂળ ગુજરાતી મૂળના કેનેડાના વૈદ્ય પરિવારનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આ દુર્ઘટનામાં વડોદરાના મૂળ વતની પન્નાગભાઈ વૈદ્ય, પત્ની હંસિની બહેન, તેમની પૂત્રી કોશા, જમાઈ પ્રેરક, અને તેમની બે પૂત્રીઓ આશ્કા અને અનુશ્કાના મૃત્ય થયા હતા. તેઓ કેનેડાથી કેન્યા ફરવા માટે ગયા હતા જ્યાં વિમાન દુર્ઘટના ગ્રસ્ત થતા તેમના મૃત્યુ થયા હતા.