જામીન પર છૂટેલા સાબરિયા અંતે ભાજપમાં જોડાયા

660

સિંચાઇ કૌંભાડમાં જેલ જઇ ચૂકેલા અને જામીન પર છૂટેલા કોંગ્રેસના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરષોતમ સાબરિયા ભાજપમાં જોડાઇ ગયા છે. તેમણે ભાજપના નેતાઓની હાજરીમાં કમલમ ખાતે ભાજપનો ખેસ ઘારણ કર્યો છે. સાથે જ તેમના સૂર પણ બદલાયા છે. તેમણે ભાજપમાં જોતાં જ કહ્યું કે, ભાજપ વિકાસશીલ પાર્ટી છે. જ્યારે કોંગ્રેસમાં ભારે જૂથવાદનો માહોલ છે.

સાબરિયાએ કોંગ્રેસ પાર્ટી છોડવા અંગે જણાવ્યું કે, કોંગ્રેસમાં ભારે જૂથવાદ છે અને મેં કોંગ્રેસમાં આંતરિક વિખાદને લીધે જ પાર્ટી છોડી છે. મેં કોઇ કિન્નાખોરી કરી નથી. હું સ્વેસ્છાએ ભાજપમાં જોડાયો છું. મારા પર કોઇ દબાણ નથી.

ઉપરાંત સાબરિયાએ ભાજપના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ એક વિકાસશીલ પાર્ટી છે. તે દરેક ગામમાં વિકાસ કર્યો છે. અમારા વિસ્તારમાં પણ વિકાસ થશે. જ્યારે કોંગ્રેસ સાથે રહી અમારા વિસ્તારમાં વિકાસ કરવો અશક્ય હતું.

સાબરિયાએ જીવનભર ભાજપ સાથે જ જોડાઇ રહેવાની વાત કહી હતી. સાથે જ તેમણે સ્પષ્ટતા પણ કરી હતી કે, દરેક પક્ષની વિચારધારા અલગ હોય છે. પક્ષ દ્વારા જે જવાબદારી નક્કી કરવામાં આવશે તેની સાથે સહતમ છું.

જ્યારે સિંચાઇ કૌભાંડમાં જેલ જઇ ચૂકેલા અને જામીન પર છૂટેલા સાબરિયાએ કહ્યું કે, હું નિર્દોષ છું અને મને વિશ્વાસ છે કે ન્યાય મળશે.

Previous articleહું કોંગ્રેસમાં ગયો જ ન્હોતો, જીવ તો ભાજપમાં જ હતો : વલ્લભ ધારવિયા
Next article૫ દિવસમાં ૫૩ હજાર લોકોએ મેટ્રોની મફતમાં મજા માણી