૧૨મી તારીખે એટલે મંગળવારે ગુજરાતમાં યોજાનારી કોંગ્રેસની ઝ્રઉઝ્રમાં હાર્દિક પટેલ કોંગ્રેસનો ખેસ પહેરશે. આ દરમિયાન રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેશે. જો કે ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે જાહેરાત હજી સત્તાવાર રીતે કરવામાં આવી નથી. પરંતુ હાર્દિકની જાહેરાત અને સ્થળની પસંદગીને કારણે કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસનાં જ મોટા નેતાઓ વિરોધનો સુર રેલાવી રહ્યાં છે. કોંગ્રેસનાં નેતાઓ કહી રહ્યાં છે કે કોંગ્રેસનાં જે સ્થાનિક નેતાઓ છે એમને ટિકિટ આપવામાં આવે. નહીં કે બહારથી કોંગ્રેસમાં જોડઇ રહ્યાં છે તેમને ટિકિટ આપવામાં આવે. આ નિર્ણયને કારણે સ્થાનિક આગેવાનો નારાજ થયા છે. મહત્વનું છે કે ગઇકાલે કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવ પણ અચાનક આવી ગયા હતાં. જે પછી તરત જ કોંગ્રેસનાં મોટા નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક મોડી રાત સુધી ચાલી હતી.