ભાવનગરના ઘોઘાથી દક્ષિણ ગુજરાતના દહેજને સમુદ્રી માર્ગે જોડતા રો-રો ફેરી સર્વિસ આગળની કામગીરીને ધ્યાને લઈને અચોક્કસ મુદ્દત સુધી સેવા સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. આગામી ૩ જાન્યુ.થી ફેરી સર્વિસ બંધ થશે.
બહુહેતુલક્ષી ભાવનગરના ઘોઘાથી દક્ષિણ ગુજરાતના દહેજને જોડતી દરિયાઈ પરિવહન સેવા રો-રો ફેરી સર્વિસ વિધાનસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સેવાના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. જે-તે સમયે પેસેન્જર સેવા શરૂ કરવા અર્થે હંગામી ધોરણે કામચલાઉ લીંક સ્પાન મુકી સેવા શરૂ કરવામાં આવી હતી પરંતુ હવે વેસલમાં કાર્ગો સાથે પેસેન્જરનું પણ વહન કરી શકાય તે અર્થે વિશાળ લીંકસ્પાનનું જોડાણ બાકી હોય જે આગામી દિવસોમાં હાથ ધરવાનું હોય જેને લઈને આગામી તા.૩ જાન્યુ.થી ફેરી સર્વિસ બંધ કરવામાં આવશે. આ જાહેરાતના પગલે ભાવેણાના લોકો તથા રાજકિય પક્ષોમાં ભારે ચર્ચાઓ શરૂ થવા પામી છે. આ મહા યોજના વહેલી તકે ફરી ધમધમતી થાય તેવી આશા લોકો સેવી રહ્યાં છે.