બોટાદ પો.સ્ટે ઇંચાર્જ પો.ઇન્સ એસ.વાય.ઝાલા ની સુચનાથી તા-૧૧/૩/૨૦૧૯ ના રોજ બોટાદ પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સબ ઇન્સ ડી.વી.ડાંગર તથા સ્ટાફના ભગીરથસિંહ લીંબોલા, પો.કોન્સ દિગ્વીજયભાઇ પટગીર, પો.કોન્સ ભાવેશભાઇ શાહ, વિજયસિંહ પરમાર, પરબતસિંહ પરમાર, કૌશીકભાઇ જાની, પ્રતીકભાઇ રાઠોડ સંયુક્ત ટીમ દ્રારા ચોક્કસ બાતમીના આધારે બોટાદના રાજીવનગર અલ્લાના પાણીની ટાકીની સામે રોડ ઉપર ચાલતા જુગારધામ ઉપર રેઇડ કરી ૫ જુગારીઓને ઝડપી પાડ્યા હતા જેમાં ધર્મેશભાઇ હરેશભાઇ દેલવાડીયા રહે.ભદ્રાવડી તા.જી બોટાદ, પ્રવિણભાઇ બેચરભાઇ ચૌહાણ રહે બોટાદ, મહેંદ્રભાઇ પિતામ્બરભાઇ પરમાર રહે બોટાદ, કલ્યાણભાઇ કેશવભાઇ અલગોતર રહે. બોટાદ, પરષોતમભાઇ દુદાભાઇ સોલંકી રહે.બોટાદ આ તમામ ઇસમો પાસેથી રોકડા રૂા.૧૦૬૫૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ.