રાજુલા નગરપાલિકાનું ર૩ કરોડનું બજેટ મંજુર કરાયું

533

રાજુલા નગરપાલિકામાં આજરોજ જનરલ બોર્ડની મિટિંગ બોલાવામાં આવી હતી. જેમાં ર૮ સભ્યો હાજર રહ્યા હતાં  ભારે ખેંચતાણ બાદ આ બજેટ મંજુર થયું હતું.

રાજુલા નગરપાલિકા હાલ ભાજપ કે કોંગ્રેસ ભાઈની નથી કારણ કે બગવાત કરનાર ૧૮ સભ્યોને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે. આથી હાલ કોંગ્રેસ પાસે ૧૦ સભ્યો છે. બીજા ૪ સભ્યો ૧૮માંથી લઈ ગયા છે.

આજરોજ પાલિકા પ્રમુખ બાધુબેન વાણીયા ઉપપ્રમુખ છાત્રજિતભાઈ ધાંખડાના અધ્યક્ષ સ્થાને બોર્ડ મળ્યું હતું. જેમાં વિવિધ કામો માટે સ્વ. મંડોળ ઓકટ્રોય ફળ ડિપોઝીટ સહિતમાંથી ર૩ કરોડની આવક ઉભી કરી વિવિધ વિકાસકામો હાથ ધરવાના બજેટને ૧૬-૧૧થી મંજુરી આપવામાં આવી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleનોંધણવદર ગામે રામકથાનો પ્રારંભ : ભવ્ય પોથીયાત્રા નિકળી