નોંધણવદર ગામ ખાતે આજથી મંગલમય રામકથા પારાયણનો પ્રારંભ થયો છે. નોંધણવદરના શાસ્ત્રી હર્ષદભાઈ જોશીના વ્યાસાસનો યોજાયેલ. આ માનસ ગાથાના પ્રારંભે પોથીયાત્રા યોજાઈ હતી. તેમા સૌ ભાવેભર જોડાયા હતાં. નોંધણવદર- ખીજડીયા ગામ સમસ્તજનો દ્વારા થયેલા આ ધર્મમય આયોજનમાં મહાત્મય, શિવવિવાહ, રામજન્મોત્સવ, રામવિવાહ, રામેશ્વર સ્થાપના તેમજ રામ રાજયાભિષેક જેવા પ્રસંગોની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. સંગીતમય કથા શ્રવણ કરવા સૌને નિમંત્રણ આપવામાં આવ્યું છે. કથા શ્રવણનો સમય સવારે ૯-૩૦ થી ૧ર અનેબ પોરે ૩.૩૦ થી ૬-૦૦ કલાકનો છે. કથા વિરામ તા. ૧૯ને મંગળવારે સાંજના પ કલાકે થશે.