જાફરાબાદ પો.સ્ટે.ના પોલીસ ઈનસ્પેકટર આર.ટી.ચનુરા તથા સ્ટાફે જાફરાબાદ મફત પ્લોટ વિસ્તારમાં મીઠીવાવ પાસે થયેલ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે આરોપી બેનને પકડી પાડેલ છે.
બનાવની વિગત એવી છે કે, ગઈ તા. ર૩-૧૧-૧૮ ના ક. ૧૩-૦૦ વાગ્યાથી તા. રપ-૧૧-૧૮ના ૭-૦૦ વાગ્યા દરમ્યાન જાફરાબાદ મફત પ્લોટ મીઠીવાવ પાસે રહેતા અસ્પાકભાઈ ઈબ્રાહીમભાઈ હબસી ઘરના દરવાજાનો નકુચો તોડી રૂમમાં લોખંડના કબાટની તિઝોરીમાં રાખેલ સોના – ચાંદીના ઘરેણા તેમજ રોડક મળી કુલ રૂા. પ૭૦૦૦/-ની મત્તાની કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરીને લઈ ગયેલ હોય જે અંગે જાફરાબાદ પો.સ્ટે.માં ગુન્હો રજી. થયા બાદ તપાસના કામે ગુન્હાવાળી જગ્યાનું પંચનામું કરી ડોગ સ્કવોર્ડ, તથા ફીંગરપ્રિન્ટ એક્ષપર્ટની મદદ લઈ તપાસ તજવીજ કરતા ફરિયાદીના ભાભી સાયરાબેન સફીભાઈ ઈબ્રાહીમભાઈ હબસી રે. જાફરાબાદ વાળાએ જ ઉપરોકત ચોરી કરેલ હોવાનું ખુલવા પામેલ છે.
પકડાયેલ આરોપીબેન પાસેથી ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા ૧પ૦૦૦/- મુદ્દામાલ મળી આવેલ હોય જેથી સદરહુ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને ચોરીમાં ગયેલ કુલ રૂા. પ૭૦૦૦/-ની મતાનો પુરે-પુરો મુદ્દામાલ રીકવરી કરવામાં આવેલ છે.