કાગબાપુની ૪રમી પુણ્યતિથિ નિમિત્તે પ્રતિ વર્ષ લોકસાહિત્ય ક્ષેત્રે અનન્ય પ્રદાન કરનાર મહાનુભાવોને પૂજય બાપુ દ્વારા કાગવંદના અંતર્ગત કાગ એવોર્ડ અર્પણ થાય છે. એ પરંપરામાં દિવંગત નાટયકાર કવિ ત્રાપજકર પરિવારમાંથી શરદભાઈ ભટ્ટ, લોકસાહિતય મર્મજ્ઞ વસંતભાઈ ગઢવી, રાજસ્થાની લોક સાહિતય – સંશોધ રઘુરાજસિંહ હાડા, (રાજસ્થાન), લોક ગાયક કિર્તીદાન ગઢવી તેમજ આકાશવાણી કેન્દ્ર, રાજકોટ વતી કેન્દ્ર નિયામક વસંતભાઈએ આ એવોર્ડ સ્વીકાર્યો, એવોર્ડ અર્પણ કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ દવેઅ ને બળવંત જાનીએ કર્યું. આજના અઢારમાં એવોર્ડ સહિત આજ સુધીમાં કુલ ૮૧ કાગ એવોર્ડ અર્પણ થઈ ચુકયા છે. કાર્યક્રમ પ્રારંભે જયમલભાઈ પરમારના પુસતક ધરતીની અમીરાતનું પુજય બાપુના હસ્તે લોકાર્પણ થયું. એવોર્ડ પ્રાપ્ત કરનાર મહાનુભાવો પૈકી વસંતભાઈ ગઢવી, વસંતભાઈ જોશી તથા કિર્તીદાનભાઈએ એવોર્ડ પ્રાપ્ત કરવા. બદલ ધન્યતા વ્યકત કરી.
આ પ્રસંગે પુજય બાપુએ પોતાની પ્રસન્નતા વ્યકત કરતા પરિવારના બાબુભાઈ કાગ અને તેમના પરિવારની મૌન સેવા અને ઉજળા આતિથ્યને યાદ કરી, પ્રતિવર્ષ યોજાતા આ કાર્યક્રમ અંગે આનંદ વ્યકત કર્યો. ર૦૧૯ના કાગ વંદના એવોર્ડ અર્પણ કાર્યક્રમ પુર્વ સવારે કાગ પરિવારના ગુરૂદ્વારા એવા અખેગઢના શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર વસંત બાપુના વ્યાસાસને યોજાયેલ રામ કથાની પુર્ણાહુતિ થઈ. તે સાથે જ નવનિર્મિત રામજીમંદિરમાં સ્થપાયેલ સીતારામ રાધાકૃષ્ણ નાગેશ્વર મહાદેવ અને કાગબાપુના ચરણ પગલાઓ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો. છેલ્લા ૧ર વર્ષથી પ્રતિ વર્ષ યોજાતા કાગને ફળીએ કાગની વાતુ અંતર્ગત બળવંત જાનીના સંચાલન નીચે કલાધર આર્ય અને સતીશ વ્યાસે કાગ-સાહિત્યમાં ગાંધીવિચાર દર્શન પર અભ્યાસપુર્ણ વકતવ્યો રજુ કર્યાં. પૂજય બાપુએ પોતાના આશીર્વાદક ઉદબોધનમાં તપસ્વીની પંચધુણી, સાધુની પંચધ્વની અને સર્જકના પંચધ્યાનીપણા અંગે જણાવતા કહ્યું કે કાગબાપુ તસ્વી છે, સાધુ પણ છે અને સર્જક, દર્શક, ચિંતક અને વિચારક છે.