પાલિતાણા તાબેનું નાની પાણીયાળી ગામ આમ તો માત્ર રપ૦૦ જેટલી વસ્તી ધરાવતું ખોબા જેવડું ગામ છે. પરંતુ આ ગામના યુવાનો દેશની સુરક્ષા માટેની મહત્વની સંસ્થાઓજમે કે સેના, બીએસએફ, તથા પોલીસ વિભાગમાં મોટી સંખ્યામાં ફરજ બજાવી રહેલ છે. જયારે હાલમાં આ ગામમાંથી ૧૩ યુવાનો આર્મીમેન તરીકે ૧ જવાન બીએસએફ, ૩ યુવાનો જેલ સિપાહી તથા ૬ યુવાનો પોલીસમેન તરીકે ફરજ બજાવી રહેલનું જાણવા મળેલ છે.
જયારે આજરોજ આજ ગામના વધુ એક જવાન દેશની સુરક્ષા માટે સૈન્યની તાલીમ પુર્ણ કરી વતનમાં આવતા ગ્રામજનો દ્વારા આ જવાન તથા ગામના જુદી-જુદી સુરક્ષા વિભાગમાં ફરજ બજાવતા જવાનોનું વાજત-ેગાજતે સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું.