ગારિયાધાર શહેરના મારવાડી નગર વિસ્તારમાં રહેતા અંદાજી ૩૦ જેટલા પરિવારને ભુતકાળમાં વર્ષો પહેલા તંત્ર દ્વારા શહેરના મધ્યભાગના વિસ્તારમાંથી સ્થળાંતર કરાવીને મારવાડી નગરમાં વસવાટ અપાયો હતો. વળી વસવાટની સાથો સાથ જમીન માટેની સનદનો પણ વાયદો જે-તે સમયે તંત્ર તથા પદાધિકારીઓ દ્વારા કરાયો હોવાનું રહીશોના આગેવાનો દ્વારા જાણવા મળેલ.
પરંતુ વાયદા પ્રમાણે કામગીરી થતા આ પરિવારો દ્વારા અનેકો વખત તંત્રમાં સનદ મેળવવા રજુઆતો કરેલ અને સંતોષજનક કામગીરી ન થતા આ પરિવારોના કેટલાક રહીશો દ્વારા અત્રેની મામલતદાર કચેરીના ગેટ પાસે ઉપવાસ છાવણી માંડીને ધરણા યોજેલ વળી તંત્ર પણ જાણે રીઢુ બની ગયેલ હોય તેમ આ છાવણીમાં સતત ૧ર જેટલાદિવ્સથી ધરણા હોવા છતાં કોઈ પ્રબળ કામગીરી ન કરી પોતાની બેદરકારી છતુ કરતું હોય તેવું દેખાય રહેલ છે. જયારે ગત દિવસોમાં ન.પા. ખાતે સધારણ સભા ચાલુ હતી. તે સમયે પણ આ પરિવારો દ્વારા સતાધિશોને રજુઆત થયેલ ત્યારે આગામી દિવસોમાં ન.પા. દ્વારા પ્રશ્ન ઉકેલાશે. તેવું રહીશોનુે જણાવાયું હતું પરંતુ તે મુદ્દે પણ કોઈ કામગીરીના એંધાણ ન જણાતા આંદોલન યથાવત રહેલ અને આ પરિવારોની મહિલ્ઓ પુરૂષો તથા બાળકો સહિત હાલના દિવસોમાં ધરણાના કાર્યક્રમમાં બેઠા છે.