ઈયળોના ઉપદ્રવથી નિષ્ફળ ગયેલ પાકનો વીમો સત્વરે આપવા માંગ

817
guj29-12-2017-3.jpg

રાજુલા-જાફરાબાદ તાલુકાઓમાં ખતરનાક ઈયળોના ઉપદ્રવથી શીંગ, કપાસના પાક સદંતર નિષ્ફળ જવાથી તાત્કાલિક સર્વે કરાવી વીમો આપવા ઉચ્ચકક્ષાએ ખેડૂતો વતી રજૂઆત માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂએ કરી હતી. રાજુલા-જાફરાબાદ તાલુકાઓમાં ખેડૂતોના ઉભા પાકમાં ખતરનાક ઈયળોના ઉપદ્રવથી શીંગ અને કપાસનો પાક સદંતર નિષ્ફળ થઈ જતા ખેડૂતોને અનેક મુશ્કેલીઓ ઉભી થઈ જેવી કે, ઈયળો દ્વારા ઉભો પાક શીંગ અને કપાસ ફેલ, ઉપરાંત ખેડૂતોને ટાઈમે વિજળી ન મળવાથી ખેડૂત આગેવાન દિલીપભાઈ સોજીત્રા દ્વારા જીઈબીમાં આંદોલન તેમજ બચી-કુચી-શીંગ તૈયાર થયા પછી માર્કેટ યાર્ડમાં લાવ્યા તો ૧૦ દિવસથી ટેકાના ભાવોની ખરીદી બંધ કરાતા બન્ને તાલુકાઓના ખેડૂતોમાં હોબાળો શરૂ છે તેમજ વાવાઝોડાની પણ ભરપુર ખેડૂતોને નુકશાની વેઠવી પડી છે તેમજ જાફરાબાદના ટીંબી માર્કેટ યાર્ડમાં પણ ટેકાના ભાવની શીંગ ખરીદી બંધ કરાઈ છે અને રાજુલા માર્કેટની સુચના સાઈડબોર્ડમાં લખી દીધેલ છે કે મગફળી સાચવવા ગોડાઉનમાં જગ્યા ન હોવાથી તેમજ ખાલી બારદાન ન હોવાથી ટેકાના ભાવની ખરીદી બંધ છે તો આ બધુ ભોગવવાનું કોને ? ખેડૂતોને જ તો આવી અનેક સમસ્યાનો સામનો કરી રહેલ ખેડૂતોને તેનો લીગલી હક્ક પાક વિમો તાત્કાલિક આપવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા બાબરીયાવાડના માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ દ્વારા જણાવાયું છે.

Previous article રાજુલાથી સોમનાથ ૯ર વખત પદયાત્રા કરનાર દિપક ઠેકેદારનું સન્માન કરાયું
Next article બજારમાં આવ્યા મોદી v/s રાહુલ ગાંધીના પતંગો, લખાયું કિસમેં કિતના દમ