ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે માર્કેટમાં ફરી એકવાર પીએમ મોદીની પતંગોએ ધૂમ મચાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર વર્ષે પતંગમાં આકાશમાં છવાઈ જતાં હોય છે. ત્યારે આ વર્ષે રાહુલ ગાંધીએ પણ મેદાન માર્યું છે. તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીની અસરે રાહુલ ગાંધીના ફોટાવાળી પતંગો પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. તો પતંગમાં રાહુલ ગાંધી અને પીએમ મોદીનો ફોટો મુકવામાં આવ્યો છે. જેમાં કિસમે કિતના દમ જેવા શબ્દ પણ લખવામાં આવ્યા છે. તો બૂલેટ ટ્રેન સાથે પીએમ મોદીના ફોટા સાથે પતંગો તૈયાર કરવામાં આવી છે.
તો બીજી તરફ પતંગ અને દોરી પર ૧૦ ટકા જીએસટી લાગુ થતાં ભાવમાં વધારો થયો છે. ઉત્તરાયણના શોખીનો તો ભાવ વધારા છતાં તહેવાર ઉજવવામાં કોઈ કચાશ રાખવા નથી માગતા, અને ખરીદીમાં લાગી ગયા છે. તો માર્કેટમાં પણ પતંગ દોરાની અવનવી વેરાયટીઓની પતંગ આવી છે. જેને લઈને ગ્રાહકો પણ આકર્ષાઈ રહ્યા છે. ત્યારે પતંગ-દોરાના વેપારીઓના જણાવ્યા મુજબ જીએસટીના કારણે કાચા દોરાના મટીરિયલ અને પેપરના ભાવમાં વધારો થયો છે.