પુલવામા આતંકી હુમલાની જવાબદારી લનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મસૂદ અઝહરને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મસૂદ અઝહર ‘જી’ બોલો, જેને લઇ ટીકાઓ શરૂ થઇ ગઇ છે. રાહુલ ગાંધીનો આ વીડિયો મોદી સરકારની મંત્રી સ્મૃતિ ઇરાનીએ તેમના ટિ્વટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. સ્મૃતિ ઇરાનીની પોસ્ટને રીટિ્વટ કરતા ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. યોગી આદિત્યનાથે ટિ્વટ કર્યું છે, ‘રાહુલ ગાંધી તેટલું જ બોલે છે, જેટલું તેમને શીખવાડવામાં આવ્યું છે. જે લોકો આતંકવાદીઓને બિરયાની ખવડાવે છે, આજે તે સેનાના શૌર્યના પુરાવા માગી રહ્યાં છે.’ સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીની તુલના પાકિસ્તાનથી કરી છે. સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધીનો વીડિયો ટિ્વટ કરી લખ્યું, રાહુલ ગાંધી અને પાકિસ્તાન વચ્ચે શું સમાનતા છે? તેમનો આતંકીઓ પ્રત્યે પ્રેમ, કૃપ્યા આતંકવાદી મસૂદ અઝહર માટે રાહુલ જીની શ્રદ્ધા પર ધ્યાન આપો. એક અન્ય ટિ્વટ તેમણે ચૂંટણી કમિશન દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ થયેલા વિવાદ પર કર્યું છે. વિવાદ ચૂંટણીની તારીખ અને રમજાન મહિનાને લઇને છે. સીએમ યોગીએ ટિ્વટ કર્યું છે કે મુસલમાન રમજાન ઉજવશે, તેમને રમજાન ઉજવવાથી કોણ રોકી રહ્યું છે. પર્વ અને તહેવાર તો ભારતની બંધારણીય પરંપરાનો ભાગ છે. ચૂંટણી પ્રચાર તમે દિવસ ભર કરી શકો છો. ચૂંટણીના દિવસે મતદાન કરી શકો છો. તેમાં ક્યાંથી પર્વ અને તહેવાર આડે આવે છે.