વોટ્‌સઅપ થર્ડ પાર્ટી એપ વર્ઝનનો ઉપયોગ કરવા બદલ એકાઉન્ટ બંધ

706

સુરક્ષા સાથે જાડાયેલા માપદંડોની માહિતી આપતા સોશિયલ મિડિયા કંપની વોટ્‌સઅપે ચેતવણી આપતા જણાવ્યું ચે કે યુઝર્સ થર્ડ પાર્ટી એપ વર્ઝનનો ઉપયોગ ન કરે. જો વોટ્‌સઅપ પ્લસ, જીબી વોટ્‌સઅપ જેવી એપનો યુઝર્સે ઉપયોગ કર્યો તો તેમનું એકાઉન્ટ થોડી વાર માટે બંધ કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે આ તમામ એપને થર્ડ પાર્ટીએ વિકસિત કરી છે. અને તે સુરક્ષાના માપદંડોનું પણ પાલન કરી રહ્યાં નથી.

કંપનીનું કહેવું છે કે ટર્મ ઓફ સર્વિસ કલાસને થર્ડ પાર્ટી એપ પર  તે લાગૂ કરી શકતી નથી. આ તમામ એપ્સ વોટ્‌સઅપના સુરક્ષાના માપદંડોનું ઉલ્લંઘન કરે છે. યુઝર્સ તેનો ઉપયોગ કરે છે તો કંપનીને કડક પગલા લેવા જ પડશે.

કંપનીએ સોમવારે તેના પોસ્ટમાં લખ્યું છે કે જો કોઈ યુઝરને મેસેજ આવે કે તેનું એકાઉન્ટ ટેમ્પરરી રીતે બંધ કરવામાં આવ્યું છે તો સમજી લો કે તેણે ઓફિશિયલ એપના સ્થાને થર્ડ પાર્ટી એપ વર્ઝનનો ઉપયોગ કર્યો હતો.

જોકે અનઓફિશિયલ એપનો ઉપયોગ કરનાર યુઝરનું એકાઉન્ટ થોડી વાર માટે બંધ થઈ જશે. કંપનીએ યુઝર્સને સલાહ આપી છે કે વોટ્‌સઅપમાં ફરીથી પરત ફરવા માટે વોટ્‌સઅપ પર જાવ. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે વોટ્‌સએપનો ઉપયયોગ કરવા માટે ઓફિશિયલ એપને જ યુઝર્સ ડાઉનલોડ કરે.

Previous articleલડાકૂ વિમાનો માટે પાક-ચીન સરહદ નજીક બનાવાશે ૧૧૦ મજબૂત શેલ્ટર
Next articleમોદીની વાપસીની આશા વચ્ચે સેંસેક્સ ૪૮૨ પોઇન્ટ ઉછળ્યો