પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર હાર્દિક પટેલ ફાઇનલી કોંગ્રેસમાં જોડાય ગયો છે. આજે ૧૨ માર્ચના રોજ અમદાવાદમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, સચિન પાયલટ, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતાઓની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો. હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાયા બાદ સ્ટેજ પર કહ્યું હતું કે, ભાજપ પુલવામા ઍટેકના શહીદોના નામનો ઉપયોગ પોલિટિક્સ માટે કરે છે. હું આવા લોકો સામે લડવા માટે કોંગ્રેસમાં જોડાયો છું. હાલ બાપુના ભારત કરતા અલગ ભારત બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. છ કરોડ ગુજરાતીઓની સેવા કરવા માટે કોંગ્રેસમાં જોડાયો છું. સત્તાના દમ પર દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે હાર્દિક પટેલના પાર્ટીમાં આવવાથી કોંગ્રેસને ગુજરાતમાં બળ મળશે તેવું કહેવાય રહ્યું છે. હવે કેટલું બળ મળે છે, તે તો આવનારો સમય જ કહેશે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડશે.