કોંગ્રેસની ૫૮ વર્ષ બાદ ગુજરાતમાં કારોબારી સમિતિની બેઠક મંગળવારે યોજાઈ.
શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ખાતે કોંગ્રેસના સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસના મોવડીમંડળના નેતાઓની ઉપસ્થિતિમાં કારોબારી બેઠક મળી હતી.
અડાલજના ત્રિમંદીર ખાતે યોજાયેલી કોંગ્રેસની જન સંકલ્પ રેલીમાં કોંગ્રેસ અધ્ય રાહુલ ગાંધીએ હુંકાર ભર્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને નફરતની હાર થશે.
રાહુલ ગાંધી સભામાં કહ્યું કે ઇતિહાસમાં પ્રથમ વાર સુપ્રીમ કોર્ટના ચાર જજ પત્રકારો પાસે જઈને કહે છે, અમને કામ કરવા દેવામાં નથી આવતું. ત્યારબાદ જજ લોયાનું નામ લે છે. સામાન્ય રીતે જનતા સુપ્રીમ કોર્ટ પાસે ન્યાય માટે જાય છે. આજના ભારતમાં સુપ્રીમ કોર્ટના જજ જનતા પાસે ન્યાય માંગે છે. આ ફક્ત સુપ્રીમ કોર્ટ સાથે નથી થઈ રહ્યું, દેશની સંસ્થાઓ પર આક્રમણ શરૂ છે, લોકોને વહેંચવામાં આવી રહ્યાં છે, નફરત પ્રસરાવામાં આવી રહી છે.